લિપસ્ટિકએ દરેક છોકરીઓની મેક-અપ કિટમાં હોય જ છે.કારણકે પાર્ટી હોય કે, કેઝ્યુઅલ મીટિંગ આ રંગની લીપ્સ્ટિક બધે જ પરફેક્ટ લુક આપે છે.તમારી લાલ લિપસ્ટિક તમને ગ્લેમરસ લુક આપવામાં મદદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી લાલ લિપસ્ટિકનો ઉપયોગ અનેક પ્રકારની વસ્તુઓમાં થઈ શકે છે.
આપણે લિપસ્ટિકનો ઉપયોગ ફક્ત તમારા હોઠને સજાવવા માટે જ કરીએ છે,પરંતુ અન્ય ઘણા પ્રકારના મેક-અપ પણ કરી શકો છો. ચાલો જાણીએ લાલ લિપસ્ટિક તમને કેવી રીતે મેકઅપ કરવામાં પણ મદદ કરી શકે છે.
આઈશેડો તરીકે
લિપસ્ટિકનો વપરાશ એક આઈશેડો તરીકે પણ કરવામાં આવી શકે છે. તમે તમારી લાલ લીપસ્ટિકને પોતાની આંગળી અથવા આઈશેડો બ્રશની મદદથી આઈલિડ પર લગાવો, લુકને વધારે આકર્ષિત કરવા માટે તમે ટ્રાન્સસૂસેન્ટ પાઉડરની સાથે થોડુ હાઈલાઈટક અથવા ગ્લિટકનો વપરાશ પણ કરી શકો છો.
કંસિલર તરીકે
લાલ લિપસ્ટિકનો એક ઉપયોગ કંસીલર તરીકે પણ કરી શકાય છે. આ માટે તમારે એક કંસીલર બ્રશની સાથે તમારી લીપસ્ટીકને તમારી આંખોની નીચે અને આસપાસ લગાવવી પડશે. તમે તેને ચહેરાના કાળા ડાઘ અને પિમ્પલ્સ પર પણ લગાવી શકો છો. જો કે, તેને વધારે પડતું ન લગાવો કારણ કે, લિપસ્ટિકને કંસિલર સાથે આવરી લેવી મુશ્કેલ છે. બાકીના ચહેરા પર તમારી લાલ લિપસ્ટિક લગાવ્યા પછી, તેને ચામડી સાથે બંધબેસતા કંસિલરથી કવર કરી દો.
બ્લશ તરીકે
તમારી લિપસ્ટિક એક શાનદાર બ્લશ તરીકે પણ કામ કરી શકે છે. તે તમામ પ્રકારની ત્વચાના કામ કરી શકે છે. તે તમારા ગાલને એક કુદરતી દેખાતા રંગને આપવા અને ગાલના ડાઘા છુપાવવામાં સહાય કરી શકે છે. તે માટે તમારે આંગળીઓ વડે તમારા ગાલ પર હળવા કલરની લાલ લિપસ્ટિક લગાવો અને તેને મેકઅપની બ્રશની મદદથી ગાલ પર ફેલાવી દો. ત્યારબાદ થોડા ફિક્સિંગ પાવડર વડે સેટ કરો.
લિપ બામ
તમારી લાલ લિપસ્ટિક તમારા લિપ બામમાં પણ બદલી શકે છે. જો તમે દરેક વખતે એક જ મેટ લાલ લિપસ્ટિકનો ઉપયોગ કરી કંટાળી ગયા છો તો, તમે કોકોઆ બટર અને મેટ લાલના એક નાના એવા સ્કૂપને એક મિનિટ સુધી માઇક્રોવેવમાં રાખો. બાદમાં તે હળવા લાલ રંગ સાથે એક રંગીન લિપ બામ તરીકે તૈયાર થઈ જશે.