દરેક વર્કિંગ વુમન એ વાત સાથે સહમત થશે કે સવારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આજે શું પહેરવું? ઓફિસમાં પાર્ટી, ગેટ-ટુગેધર કે કોઈનુ ફેરવેલ હોય તો આ સમસ્યા બેવડી થઈ જાય છે. વોર્ડરોબમાં કપડાના ઢગલામાંથી દરેક ડ્રેસ ઉપાડીને, એવું લાગે છે કે તે આ ઓકેશન માટે ફિટ બેસતુ નથી. આનું કારણ એ પણ છે કે જ્યારે શોપિંગનો સમય આવે છે, ત્યારે મનમાં ઓફિસનો વિચાર ઓછો હોય છે, અન્ય વસ્તુઓ વધુ રહે છે, તેથી શોપિંગથી કામની શરૂઆત કરવી જોઈએ. જો તમે શોપિંગની કેટલાક આઇડિયા ધ્યાનમાં રાખશો, તો તમારે સવારે ઉઠીને આજે શું પહેરવું તે વિશે વિચારવું પડશે નહીં.
ઓફિસમાં પહેરવાના કપડા એવા હોવા જોઈએ કે જેના પર લાંબો સમય બેસી રહેવા પર બહુ કરચલીઓ ન પડે. આ કિસ્સામાં લાઇટવેઇટ અને સોફ્ટ ફેબ્રિકના પોશાક પહેરવા લોંગ સિટીંગ જોબ માટે યોગ્ય છે. ઉપરાંત, ઓફિસના કપડા કુદરતી શેડ્સના હોય તો તે વધુ સારું છે. તેઓ સરળતાથી કોઈપણ ઇવેન્ટમાં પહેરી શકાય છે.
એક્સેસરીઝ છે જરૂરી
કાળા ટી-શર્ટ પર ટીલ કલરનો નેકલેસ અથવા બિડેસની માળા આઉટફિટમાં સુંદરતા ઉમેરે છે.
જો તમે પલાઝો સૂટ પહેરો છો તો હેંગિંગ ઈયર રિંગ્સ સારી લાગશે. ઓફિસમાં ફંક્શન હોય તો નાની ઝુમકી પણ પહેરી શકાય છે.
તમારે હાથમાં બંગડી અને ઘડિયાળ સિવાય બીજું કંઈ પહેરવાનુ અવોઈડ કરવુ જરૂરી છે.
જો તમારે સાડી પહેરવી હોય તો સોના કે ચાંદીના ઘરેણાં ટાળો. તેના બદલે સ્ટોન કે થ્રેડ જ્વેલરી પહેરો.
ઓફિસમાં લોફર્સ પહેરવું સૌથી આરામદાયક છે. જો તમારે વધુ હલનચલન કરવું હોય તો પગમાં દુખાવાની ફરિયાદ રહેતી નથી.
સમય હવે ધીમે ધીમે ઝૂમ મીટિંગમાંથી વાસ્તવિક બોર્ડ રૂમ મીટિંગ તરફ આગળ વધી રહ્યું છે. આવી મીટિંગમાં થ્રી ફોર્થ પલાઝો સાથેનો કોટ ખૂબ સરસ લાગશે. તે કેઝ્યુઅલ તેમજ ઓફિશિયલ લુક આપે છે અને પહેરવામાં પણ આરામદાયક છે. જો તમે ઇચ્છો તો ઓફિસની અગત્યની મીટિંગ માટે સમર કોટ અથવા લાઇટ ફેબ્રિકનું બ્લેઝર પણ પસંદ કરી શકો છો. આ પણ એક સારી પસંદગી છે.