વાહનમાં પેટ્રોલ પુરવવા માટે પેટ્રોલ પંપ પર આપણે અનેક વખત ગયા હશું પરંતુ શું તમે જાણો છો કે એક ગ્રાહક તરીકે પેટ્રોલપંપ પર તમને કેટલીક સુવિધાઓ ફ્રીમાં આપવામાં આવે છે. જેમ કે ટોઇલેટ, પીવાનું પાણી, ફર્સ્ટ એડ કીટ, ટાયરમાં પુરવાની હવા, ફોનની સુવિધા અને ઘણી જગ્યાએ તો હવે કેન્ટીન અથવા મીની સ્ટોર પણ જોવા મળે છે પરંતુ શું તમને ખબર છે.કે આ બધામાં ઘણી સુવિધાઓ એવી છે જે તમારા માટે ફ્રી છે. અને જો એ સુવિધાનો અભાવ હોય તો તમે પેટ્રોલ પંપ ઉપર જઈને આ સુવિધાની માંગણી કરી શકો છો. અને જો આ સુવિધાઓ કોઈ પેટ્રોલ પંપ આપવાની ના પાડે તો તમે સુવિધાના અભાવને લઈને ફરિયાદ પણ કરી શકો છો. એટલે કે આ સુવિધાઓ આપવી ફરજીયાત છે. તો ચાલો જાણીએ કે પેટ્રોલ પંપ પર તમને કેટલી સુવિધાઓ ફ્રીમાં મળે છે…
ઇમરજન્સી માટે ફોન
જો તમારે ક્યાય પણ ઈમરજન્સી માં ફોન કરવો પડે તો પેટ્રોલ પંપ ઉપરથી તમે ફોન ની સુવિધા લઇ શકો છો અને ટે માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો નથી પડતો. એટલે કે જયારે કોઈ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવે તો એની સાથે એક નંબર પણ ચાલુ કરવો પડે છે જેથી કરીને ત્યાં આવતા ગ્રાહક ને ઈમરજન્સી માં કોઈ પણ જગ્યા એ ફોન કરી શકે.
શોચાલય
પેટ્રોલ પંપ ઉપર શોચાલયની સુવિધા રાખવી અનિવાર્ય છે. અને ટે માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ પણ લેવામાં નથી આવતો. પંપ નાં માલિકે એ પણ ધ્યાન રાખવું પડે છે કે શોચાલય સાફ અને કામ કરતુ હોવું જોઈએ. અને જો આવું નાં કરવામાં આવે તો કોઈ પણ ગ્રાહક આ વિષે ફરિયાદ કરી શકે છે. અને આ માટે પંપ માલિકે જવાબ પણ આપવો પડે છે.
પીવાનું પાણી
પેટ્રોલ પંપ ઉપર પીવાનું શુદ્ધ પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. કોઈ પણ ગ્રાહક ત્યાં આવીને પાણીની માંગ કરી શકે છે અને આ માટે પેટ્રોલ પંપ કોઈ પણ ચાર્જ વસુલી શકે નહિ. આ માટે જ પેટ્રોલ પંપ ઉપર RO લગાવામાં આવ્યું હોય છે. ઘણા પેટ્રોલ પંપ ઉપર ફ્રીજરની સુવિધા પણ જોવા મળે છે. આ પણ એક મફત સુવિધા જ છે જેના માટે પેટ્રોલ પંપ તમારા પાસે કોઈ ચાર્જ વસુલી નાં શકે.
પ્રાથમિક સારવારની સુવિધા
પેટ્રોલ પંપ ઉપર ફર્સ્ટ એડ કીટ પણ રાખવી જરૂરી છે. તેમાં સામાન્ય સર્વર મળી રહે ટે માટેની દવા અને થોડો સામાન રાખવો જરૂરી છે. કોઈ પણ આકસ્મિત સંજોગ માં કોઈ પણ વ્યક્તિ ને સારવાર માટેની જરૂ પડે તો ટે ઉપયોગ કરી શકે છે.
મફત હવા
બધા જ પેટ્રોલ પંપ ઉપર હવા ભરવાનું મશીન લગાવામાં આવતું હોય છે. આ મશીન આપણી સુવિધાનો જ ભાગ છે પેટ્રોલ પંપ પર લગાવેલ મશીન ત્યાં આવેલ ગ્રાહકો માટે જ રાખ્યું હોય છે એટલે કે તમે ત્યાં તમારા વાહનમાં ફ્રી માં હવા ભરવી શકો છો અને આ માટે તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવો પડતો નથી. હવા ભરવા માટે પેટ્રોલ પંપ તરફથી એક માણસ પણ રાખવામાં આવે છે
ક્વોલીટી ચેક
તમને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ કે ડીઝલ ની ગુણવત્તા ચેક કરવાનો અધિકાર છે. તમને મળેલ પેટ્રોલ કે ડીઝલ બરોબર ગુણવત્તા વાળું છે કે નહિ તેનું પરીક્ષણ તમે ત્યાં કરી શકો છો તે માટેનાં જરૂરી ટેસ્ટ સાધનો તમને પેટ્રોલ પંપ ઉપર મળી રહે છે. આ સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે જે પેટ્રોલ પંપ ઉપર જરૂરી છે જેવી કે અગ્નિશામક સાધનો જેમાં ફાયર સેફટી ઉપકરણ, પેટ્રોલ અને ડીઝલ નાં ભાવ દર્શાવતું ડીઝીટલ સાઈન બોર્ડ જેથી ગ્રાહકોને ભાવનો ખ્યાલ આવે.