કહેવાય છે કે 2020નું વર્ષમાં ઘણું બધુ એવુ થઇ રહ્યું છે અને જોવા મળી રહ્યું છે જે આજ પહેલા ના તો થયું હોય તો જોવા મળ્યું હોય થોડા સમય પહેલા જ પીળા રંગના દેડકા જોવા મળ્યા હતા. ત્યારે હવે ઓડિશાના સુજનપુર ગામમાંથી ભાગ્યે જ જોવા મળતો પીળા રંગનો કાચબો જોવા મળ્યું છે.
આ પછી સ્થાનિકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ વિશે વાત કરી હતી, અને કાચબો તેમને સોંપવામાં આવ્યો છે. આ રંગનો કાચબો જોઈને સ્થાનિકોને ભારે આશ્ચર્ય થયું હતું, કારણ કે આ રંગનો કાચબો તેમણે અગાઉ ક્યારેય જોયો નહોતો.
ભાઇ એકદમથી આવો કંઇ જોવા મળે તો આશ્ચર્ય થાય જ ત્યારે ઘણાં લોકો તેનાથી ડરી પણ ગયા હતા, જોકે, આ પછી આ વિષયમાં વન વિભાગને જાણ કરવામાં આવી. વન વિભાગે આ કાચબા વિશેષતા અંગે ગ્રામજનોને જણાવ્યું ત્યારે લોકોને ભારે આશ્ચર્ય થયું હતું.
આપને જણાવી દઇએ કે પાછલા અઠવાડિયે આ રીતે પીળા રંગના દેડકાને જોઈને લોકોને ભારે કુતૂહલ થયું હતું, કારણ કે અગાઉ ક્યારેય કોઈએ પીળા રંગના દેડકા નહોતા જોડાયા. આ પીળા રંગના દેડકાનો વીડિયો ઘણો જ વાયરલ થયો હતો.