Yellow man
તમારા કપડાના કબાટમાં જો એક રંગના બે કપડા થઈ જાય તો ટેન્શન વધી જતું હશે. પણ આ દુનિયા અજાઈબીઓથી ભરેલી છે. હવે કલ્પના કરો કે એક વ્યક્તિ પાસે 35 વર્ષથી દરેક વસ્તુઓ પીળા રંગની છે. હા સીરિયાના અલેપ્પો શહેરમાં રહેતા અબુ જાક્કૌર કંઈક આવું જ કરે છે. તેઓ 35 વર્ષથી માત્ર પીળા રંગના જ કપડા પહેરે છે. આ જ કારણે લોકો તેમને ‘યલો મેન’ તરીકે ઓળખે છે.
અંદર બહાર બધું પીળું
અબુની શરુઆત 25 જાન્યુઆરી 1983થી થઈ હતી. તેમણે નક્કી કર્યું કે તેઓ માત્ર પીળા રંગના જ કપડા પહેરશે. તેમનું માનવું છે કે, પીળો રંગ પ્રેમની નિશાની છે. રસપ્રદ વાત એ છે કે, માત્ર પીળા રંગના કપડા જ નહીં પણ તેઓ ટાઈ, બેલ્ટ, જૂત્તા, છતરી, મોબાઈલનું કવર, બેલ્ટ સહિત અંડરવેર પણ પીળા રંગનો જ પહેરે છે… એટલે કે તેમના શરીર પર દરેક વસ્તુ પીળા રંગની જ હોય છે.
જો પીળું ના મળ્યું તો આવું કરે છે
અબુ જણાવે છે કે, જ્યારે કોઈ વસ્તુ તેમને પીળા રંગની ના મળે તો તેઓ તેને પીળી બનાવી દે છે. તેઓ કહે છે કે, મારા માટે પીળો રંગ પ્રેમનો રંગ છે. કોઈએ આજ સુધી આમ નથી કર્યું. પણ મારું માનવું છે કે આમ કરવાથી પ્રેમનો સંદેશ આપું છું. અબુ ઘરમાં પણ પીળા રંગના જ કપડા પહેરે છે.
અન્ય રંગો મને ઓફ-બીટ લાગે છે
કહેવાય છે કે, બીજા રંગોના કપડા પહેરવાથી મને ઓફ-બીટ ફીલ થાય છે. હું 35 વર્ષથી પીળા રંગના જ કપડા પહેરું છું. માટે હવે કોઈ અન્ય રંગ વિશે હું વિચારતો પણ નથી.
અબુને લઈને ફેલાઈ છે ઘણી અફવા
રસપ્રદ વાત એ છે કે, તેઓ ઘરમાં બેડશીટથી લઈને ટેબલક્લોથ અને કિચન ટેબલથી લઈને કચરાનો ડબ્બો બધું પીળા રંગનું રાખે છે. વોર ઝોનમાં બદલાઈ ગયેલા સીરિયામાં લોકો અબુને ઓળખે છે. જોકે, તેમના વિશે ઘણી અફવાઓ પણ ફેલાયેલી છે. કેટલાક લોકોએ અબુને અલકાયદા તો કોઈ ISIS ના ખબરી પણ ગણાવ્યા છે. વર્ષ 2013માં એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં સીરિયન લિબરેશન આર્મી અબુની પીટાઈ કરવામાં આવી રહી હતી. તેમને લાગ્યું કે અબુ આતંકી સંગઠન સાથે જોડાયેલા છે માટે તેઓ પીળા કપડા પહેરે છે.
કદાચ આને જ પ્રેમ કહેવાય છે..
અબુ કહે છે, “હવે હું રસ્તા પર ફરું છું તો લોકો મને જોઈને હસે છે. કોઈ મારી સાથે ફોટો લેવા માગે છે, તો કોઈ મારી સાથે મજાક-મસ્તી કરે છે. મને આ બધું સારું લાગે છે. અમે આને જ પ્રેમ કહીએ છીએ.”