સાઈબર હુમલા પાછળનું સૌથી મોટું કારણ અનસેફ પ્રાઈવેટ ડેટા અને પાસવર્ડનું હેક થવું છે. અને આ સાઈબર હુમલાને ઓછા કરવા માટે પાસવર્ડ સુરક્ષિત અને મજબૂત હોય તે ખુબ જરૂરી છે.. પરતું સાઈબર સિક્યૉરિટી ફર્મ્સના અભ્યાસ મુજબ કેટલાક પાસવર્ડ ખુબ જ અસુરક્ષિત અને સરળ હોય છે જેને સરળતાથી હેક કરી શકાય છે.. સિક્યોરિટી સર્વિસ ફર્મ Splash Dataએ 50 લાખ કરતા વધારે લીક પાસવર્ડ્સની તપાસ કરી છે. ત્યારબાદ આ ફર્મ દ્વારા સૌથી અસુરક્ષિત પાસવર્ડનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પાસવર્ડ્સનો ઉપયોગ ક્યારેય કોઈ પણ અકાઉન્ટ માટે કરવો નહીં.