દુનિયા અવનવી વસ્તુઓ અને તેના ક્લેક્શનથી ભરેલી છે. એવા પણ કેટલાક સંગ્રહાલય છે ખૂબ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. જેમાં ખૂબ જ અનોખી વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.. દેશમાં જાસુસોનું પણ મ્યુઝિયમ છે.
ટોયલેટ મ્યુઝિયમ
ભારતના દિલ્હીમાં આવેલું સુલભ ઈન્ટરનેશનલ ટોયલેટ મ્યુઝિમ ટોયલેટનો ઈતિહાસ જીવંત કરશે. અગાઉ કેવા ટોયલેટ આવતા હતા અને હવે કઈ પ્રકારના ટોયલેટ આવી રહ્યા છે એના દરેક પુરાવાઓ અહીં જોવા મળશે. દુનિયાભરમાં કેવી રીતે ટોયલેટના આકાર બન્યા અને બદલ્યા તે પણ અહીં જોવા મળશે. ખાસ અહીં વિક્ટોરિયન ટોયલેટ જોવા જેવું છે. સોનાનું ટોયલેટ જોવા જેવું છે.આ ઉપરાંત અહી રોમન ટોયલેટ અને હડપ્પન સંસ્કૃતિનું ટોયલેટ પણ જોવા મળશે.
મોમોફૂકુ મ્યુઝિયમ
જાપાનના ઓસાકા સિટામાં આવેલું આ મ્યુઝિયમ નુડલ્સ માટે જાણીતું છે. જુદી જુદા બ્રાંડના 100થી વધારે નુડલ્સ અને તેની અલગ અલગ ફ્લેવર અહીં જોવા મળશે. જાપાન રાઈસની વાનગી માટે તો જાણીતું છે જ. પણ અહીં આવેલા આ નુડલ્સ મ્યુઝિમ માટે પણ દુનિયામાં ડંકો વગાડી રહ્યું છે.
નિસિન બ્રાંડે મોમફૂકુ મ્યુઝિયમ શરુ કર્યુ હતું. અહીં એક નાનકડી નુડલ્સ ફેક્ટરી પણ ઊભી કરવામાં આવી છે. જેમાં તમે તેના પેકેટ પેકિંગથી લઈને તે કઈ કઈ પ્રોસેસમાંથી આવે છે તે જોઈ શકશો..
બ્રેડ મ્યુઝિયમ
સેન્ડવીચની વાનગી પાછળ જુદી જુદી વાર્તાઓ જોડાયેલી છે. પણ અહીં બ્રેડની અનેક વેરાઈટી જોવા મળશે. એટલું નહીં બ્રેડનો ઈતિહાસ પણ અહી રજૂ કરવામાં આવ્યો છે. જર્મનીમાં આવેલા આ મ્યુઝિયમમાં યુરોપના દેશમાં કેવી રીતે બ્રેડ એક વાનગી બની એની આખી વાર્તા જોવા મળશે, આ ઉપરાંત અહી જુદા જુદા પ્રાંતની બ્રેડ પણ મૂકવામાં આવી છે. અહી જોવા મળતી બ્રેડ બનાવવાની કલા, બ્રેડવેગન, પેકિંગ, મશિનરી અને જુદા જુદા આકારની બ્રેડ તમારું પણ દિલ જીતી લેશે.
સ્પાય મ્યુઝિયમ
જેમ્સ બોન્ડની ફિલ્મ તો મોટા ભાગના લોકોએ જોઈ જ હશે. જેમ્સ બોન્ડની ટેકનોલોજી, તેના ડિવાઈસ અને તેની એન્ટ્રી સતત ચર્ચામાં રહી છે. પરંતુ, અમેરિકાના વૉશિંગટન ડીસીમાં એક એવું પણ મ્યુઝિયમ આવેલું છે.
જેમાં જુદા જુદા દેશમાં જાસુસી કરતા જાસુસ કેવા હોય છે, તેના કપડાં કેવા હોય છે. તેની રીત કેવી હોય છે, તે કેવી રીતે કામ કરે છે એની તમામ માહિતી આ મ્યુઝિયમમાં જોવા મળે છે. નવા નવા કેમેરા, પૈસા, હથિયાર, ટ્રાવેલમેપ, જેવી અનેક વસ્તુઓ અહીં જોવા મળશે.
બ્યૂટી મ્યુઝિયમ
મલેશિયા દેશના દક્ષિણ પશ્ચિમ પ્રાંતના મેલેકા શહેરમાં એક મ્યુઝિયમ આવેલું છે. જેને જોવા માટે દુનિયાભરની છોકરીઓ ઉમટે છે. વર્ષ 1996માં શરુ થયેલું આ બ્યૂટી મ્યુઝિયમ પ્રાચિન સમયથી લઈને હાલ સુધીમાં બદલાયેલી અનેક સૌદર્ય સામગ્રી અને ફેશન જગત પર પ્રકાશ પાડે છે. જુદા જુદા દેશના કલ્ચર અનુસાર બ્યૂટી, તેમાં આવેલા ક્રમિક ફેરફારો, સામગ્રી, લુક્સ એટલું જ નહીં જુદા જુદા પ્રકારના ટેટુ અને તેનો અર્થ અહીં સમજવા અને જાણવા મળશે. આ ઉપરાંત લિપ સ્ટ્રેચિંગ, ટુથ ફીલિંગ્સ જેવી થેરાપીઓ અંગે પણ ભરપૂર માહિતી મળશે. આ ઉપરાંત સૌદર્ય જગતની દરેક વસ્તુઓનું વિવરણ અહીં સાચવવામાં આવ્યું છે.