સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)
સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ પ્રતિમા 182 મીટર ઊંચી છે. આ સ્ટેચ્યુ માટેનું જરૂરી લોખંડ ખેતીના સાધનોમાંથી દાનના સ્વરૂપમાં ભારતભરનાં ગામોના ખેડૂતો પાસેથી એકત્ર કરવામાં આવ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર 33 મહિનામાં બનીને તૈયાર થઈ છે, જે પણ એક રેકોર્ડ છે..સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કુલ વજન 1700 ટન છે.
સ્પ્રિન્ગ ટેમ્પલ ઓફ બુદ્ધા (Spring Temple Buddha Statue)
ચીનમાં બનેલી સ્પ્રિન્ગ ટેમ્પલ ઓફ બુદ્ધા વિશ્વની બીજા નંબરની સૌથી ઊંચી પ્રતિમા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતાં પહેલાં તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હતી. તેના નિર્માણમાં 1100 તાંબાનાં ટૂંકડાનો ઉપયોગ કરાયો છે. ચીનના લુશાન પ્રાન્ત, હેનનમાં આવેલી આ પ્રતિમા 128 મીટર ઊંચી છે. આ પ્રતિમાના નિર્માણની શરૂઆત 1997માં થઈ હતી અને 2008માં તેનું નિર્માણકાર્ય પુરું થયું હતું.
બુદ્ધા સ્ટેન્ડિંગ (Buddha standing)
બુદ્ધા સ્ટેન્ડિંગ વર્લ્ડની ત્રીજા નંબરની સૌથી ઊંચી પ્રતિમા છે.. આ પ્રતિમા 115.8 મીટર ઊંચી છે. ટોક્યો રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આવેલી બુદ્ધા સ્ટેન્ડિંગ એ ગ્રીકો-બૌદ્ધ પ્રતિમાનું એક નોંધપાત્ર ઉદાહરણ છે. આ મૂર્તિનું નિર્માણ પાકિસ્તાનના ગંધારા ખાતે પહેલી કે બીજી સદીમાં કરવામાં આવ્યું હતું..
ગ્રેટ બુદ્ધા (Great Buddha)
ગ્રેટ બુદ્ધા એટલે કે ‘ઈન ઉશિકુ’ નામની પ્રતિમા જે જાપાનના ઉશિકુ શહેરમાં આવેલી છે.ગ્રેટ બુદ્ધા વિશ્વની ચોથા નંબરની સૌથી ઊંચી પ્રતિમા છે. આ પ્રતિમા અમિતાભ બુદ્ધની છે. તેની ઊંચાઈ 110 મીટર છે. તે સંપૂર્ણ પણે તાંબાથી બનાવાયેલી છે. આ પ્રતિમામાં ચાર લેવલ બનાવાયેલા છે. મુલાકાતીઓ એલેવેટરમાં બેસીને પ્રતિમાની ટોચ સુધી જઈ શકે છે. બીજા લેવલમાં આધ્યાત્મિક અભ્યાસ માટેની લાયબ્રેરી છે. ત્રીજા લેવલમાં ભગવાન બુદ્ધની 30,000 જુદી-જુદી પ્રતિમાઓ આવેલી છે. પ્રતિમાના ટોચ પર પહોંચીને મુલાકાતીઓ તેની આજુબાજુમાં બનેલા સુંદર બગીચાને નિહાળી શકે છે. તેનું નિર્માણ 1993માં કરવામાં આવ્યું હતું.
ગુઆન યીન(Guanyin of Nanshan)
કરુણાની બૌદ્ધ દેવી એવા ગુયાન યીનની 108 મીટર ઊંચી પ્રતિમા ચીનના હૈનાન પ્રાંતમાં આવેલી છે. તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનીં એક છે. આ પ્રતિમાના ત્રણ દિશામાં ચહેરા આવેલા છે અને તે વિશ્વને આશિર્વાદ આપી રહી છે. એક ચહેરો ધરતી તરફનો છે અને બાકીના બે ચહેરા સમુદ્ર તરફના છે. તેના નિર્માણમાં 6 વર્ષનો સમય લાગ્યો હતો અને 2005માં બનીને તૈયાર થઈ હતી.
સેન્ડાઇ ડાઇકનોન (Sendai Daikannon)
સેન્ડાઇ ડાઇકનોન પ્રતિમા 100 મીટર ઊંચી છે. આ પ્રતિમા જાપાનની સૌથી ઊંચી દેવીની પ્રતિમાં છે.1991ના સમયે આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હતી, પરંતુ ત્યારબાદ તેનાથી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવામાં આવી.. પ્રતિમામાં અંદર પણ પ્રવેશ કરી શકાય છે તેના માટે ખુબ ઓછી ફી રાખવામાં આવેલી છે. જેમાં પહેલા માળે અંદર બુદ્ધ અને પૌરાણિક રાજાઓની ઘણી મોટી મૂર્તિઓ છે.
ગુઇશન ગુઆનાઈન (Guishan Guanyin)
ગુઇશન ગુઆનાઈન પ્રતિમા 99 મીટર ઊંચી છે. આ પ્રતિમા ચીનની ચોથી સૌથી ઉંચી પ્રતિમા છે..આ પ્રતિમામાં હજારો સોનેરી હાથ અને આઇઝ જોવા મળે છે.. સ્થાનિક વેપાર અને ધાર્મિક સંગઠનોની મદદથી સરકારે 2009 માં તેનું બાંધકામ પૂર્ણ કરવા માટે 260 મિલિયન યુઆનનું રોકાણ કર્યું હતું.
લેક્યુન સેક્યાર (Laykyun Sekkya)
મયાંમારના મોનિવામાં આવેલી લેક્યુન સેક્યાર પ્રતિમા 92 મીટર ઊંચી છે તેનું નિર્માણકાર્ય 1996માં કરવામાં આવ્યું હતું અને 2008માં પુરું થયું હતું. આ પ્રતિમા 13.5મીટર પાયા પર ઊભેલી છે. આ પ્રતિમા ગૌતમ બુદ્ધની છે અને તેના અંદર કોઈ પણ પ્રકારની લિફ્ટ ફીટ કરાઈ નથી, જેથી કરીને લોકો તેના ઉપર જઈને શહેરનું વિહંગાવલોકન કરી શકે. જોકે, લેક્યુન સેક્યાર પ્રતિમાની આગળના ભાગમાં 89મીટર લાંબી આરામ કરી રહેલા બુદ્ધની પ્રતિમા પણ છે.
પીટર ધ ગ્રેટ સ્ટેચ્યુ (Peter the Great Statue)
રશિયાના રાજા પીટર-1ની યાદમાં આ પ્રતિમાનું નિર્માણ કરાયું હતું, જેણે દેશ પર 43 વર્ષ સુધી રાજ કર્યું હતું. 98 મીટર ઊંચી પીટર ધ ગ્રેટની પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની એક છે.રાજા પીટર ધ ગ્રેટનો ચહેરો મોસ્કો શહેરમાંથી પસાર થતી મોસ્કો નદી તરફનો છે. આ પ્રતિમાની ડિઝાઈન જ્યોર્જિયન ડિઝાઈનર ઝુરાબ સેરેટેલીએ કરી હતી અને તેમાં 600 ટન લોખંડ અને તાંબાનો ઉપયોગ કરાયો છે. પીટર ધ ગ્રેટ સ્ટેચ્યુનું કુલ વજન 100 ટન છે અને 1997માં તેને ખુલ્લી મુકવામાં આવી હતી.
ધ મધરલેન્ડ કોલ્સ (The Motherland Calls)
ધ મધરલેન્ડ કોલ્સ રશિયાની સૌથી ઉંચી પ્રતિમા છે.. આ પ્રતિમા 85 મીટર ઊંચી છે..આ પ્રતિમા શિલ્પકાર યેવજેની વુચેટિચ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર નિકોલાઈ નિકિટિન દ્વારા બનાવવામાં આવ્યું હતું, અને 1967 માં આ પ્રતિમાને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જાહેર કરવામાં આવી હતી..આ પ્રતિમા વિશ્વની મહિલાની સૌથી ઊંચી પ્રતિમા છે..