વિશ્વમાં આ 7 ઐતિહાસિક સ્મારકો જોખમમાં છે.. પ્રદુષણ અને પર્યાવરણીય પરિવર્તનને લીધે અને માનવજાતની સિદ્ધિઓના કારણે કેટલાક ઐતિહાસિક સ્મારકો નબળા પડી રહ્યા છે. વર્લ્ડ મોન્યુમેન્ટઝ ફન્ડે (WMF) જાહેર કર્યું હતું કે પ્રાચીન કાળથી વીસમી સદી સુધીમાં 25 જેટલા સામાજિક વારસાના સ્થળો જોખમમાં આવ્યા છે..
સોક ઓફ અલેપ્પો સીરિયા (Souk of Aleppo, Aleppo, Syria)
સોક ઓફ અલેપ્પોની શોધ સિરિયામાં ઈસપૂર્વ ૧૪મી સદીમાં થઈ હતી. સિરિયાનો ઇતિહાસ બહુ જુનો છે અને અહીં પારંપરિક સાંસ્કૃતિક મૂલ્યોને આદરભાવથી જોવાય છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સોક સૌથી લાંબી 13 કિમી પતલી ઐતિહાસિક શેરીમાની એક છે. જેરૂસલેમની કિનારે એક પેલેસ્ટિનિયન શહેર છે જેને લ્ફ્ટા કહેવામાં આવે છે. એક પુરાતત્વીય અધ્યયન અનુસાર ત્યાં હજુ 75 જુના વિચિત્ર ઘર આવેલા છે, જે 2,000 વર્ષ પૂર્વેની રોમન અને હેલેનિસ્ટિક શૈલીઓ દર્શાવે છે.
ધ આર્ક ઓફ જાનુસ રોમ ઇટલી.(The Arch of Janus, Rome, Italy)
ચોથી સદીનું ફોર વે માર્બલ આરસનો કર્વ જે સમ્રાટ કોન્સ્ટેન્ટાઇન દ્વારા બનાવવામાં આવ્યો હતો, તે વિશ્વનું એક મહત્વનું ઐતિહાસિક સ્મારક છે જે બેદરકારીના કારણે ખુબ જ જોખમમાં છે આ આર્ક 16 મીટર ઉંચુ અને 12 મીટર પહોળું છે. આ શેના માટે બનાવવામાં આવ્યું હતું તે સમજવું હજી અઘરું છે તેને વિજયી કમાનને બદલે બાઉન્ડ્રી માર્કર હોવાનું પણ માનવામાં આવે છે. અને એવું પણ માનવામાં આવે છે કે ધ આર્ક ઓફ જાનુસ પશુ બજારમાં વેપારીઓને આશ્રય આપવા માટે બનાવવામાં આવ્યું હતું.
માનસ રાષ્ટ્રીય ઉદ્યાન આસામ (Manas Wildlife Sanctuary, Assam)
માનસ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા માનસ વન્ય અભયારણ્ય એક પ્રોજેક્ટ ટાઈગર આરક્ષિત ક્ષેત્ર છે જે આસામ, ભારતમાં આવેલું છે. હિમાલયની તળેટીમાં આવેલ આ ઉદ્યાનનો અમુક ભાગ ભુતાનમાં પણ આવેલ છે. આસામના છત્રધારી કાચબા, ભારતીય હાથી, ભારતીય ગેંડા, હીસ્પીડ સસલાં, સોનેરી લંગુર અને પીગ્મી હોગ જેવી લુપ્ત થતી પ્રજાતિઓ આ ઉદ્યાનમાં જોવા મળે છે.
હુમાયુનો મકબરો (Humayun’s Tomb, Delhi)
હુમાયુનો મકબરો એક ઇમારતોનો સમૂહ છે, જે મોગલ સ્થાપત્ય કળા / મોગલ વાસ્તુકળા થી સમ્બંધિત છે. જે નિઝામુદ્દીન, નવી દિલ્હીમાં સ્થિત છે. અહીં મોગલ બાદશાહ હુમાયુ સમેત ઘણાં અન્યની પણ કબરો છે. આ મકબરો હુમાયુની વિધવા હમીદા બાનો બેગમના આદેશાનુસાર બનાવાયો જે ૧૫૬૨માં બન્યો. આ મકબરો આઠ વર્ષમાં બનીને તૈયાર થયો, જે આ ક્ષેત્ર માં ચારબાગ શૈલીનું પ્રથમ ઉદાહરણ હતું.
કુતુબ મિનાર (Qutub Minar, Delhi)
કુતુબ મીનાર ભારતમાં દિલ્હી શહેરના દક્ષિણ ભાગમાં આવેલા મહરૌલી વિસ્તારમાં સ્થિત, ઈંટથી બનેલ વિશ્વનો સૌથી ઊઁચો મિનારો છે. આની ઊઁચાઈ ૭૨.૫ મીટર (૨૩૭.૮ ફુટ) અને વ્યાસ ૧૪.૩ મીટર છે, જે ઊપર જઈ શિખર પર ૨.૭૫ મી. (૯.૦૨ ફુટ) થઈ જાય છે. કુતુબ મિનાર મુળ રૂપથી સાત માળનો હતો પણ હવે તે પાંચ માળનો રહી ગયો છે. આમાં ૩૭૯ પગથીયા છે. મિનારાની ચારે તરફ બનેલા આંગણામાં ભારતીય કળાના ઘણા ઉત્કૃષ્ટ નમૂના છે..
ક્વેર એબી આઇસલેન્ડ યુ.કે.(Quarr Abbey, Ryde, Isle of Wight, United Kingdom)
1132માં ક્વેર એબી આઇસલેન્ડની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ પાછળથી હેનરી આઠમા તેને તોડી નાખવામાં આવી હતી. સો વર્ષોના યુદ્ધની શરૂઆત દરમિયાન ક્યુર એબીને એક સુરક્ષિત જગ્યાની જેમ ગણવામાં આવતું હતું.. 1907 માં ધાર્મિક સમુદાયોના સોલેસ્મેસ મંડળ દ્વારા સ્થળને પુન : સ્થાપિત કરવામાં આવ્યું હતું.
એથેન્સનું પ્રથમ કબ્રસ્તાન (First Cemetery of Athens)
એથેન્સનું પ્રથમ કબ્રસ્તાન પ્રખ્યાત ઓન-સ્ક્રીન પાત્રોનું ઘર છે. એથેન્સનું પ્રથમ કબ્રસ્તાન એથેન્સ સિટીનું આધિકારિક કબ્રસ્તાન છે તે 1837 માં ખુલ્યું હતું અને ટૂંક સમયમાં જ તે ગ્રીક અને વિદેશી લોકો માટે પ્રતિષ્ઠિત કબ્રસ્તાન બની ગયું.