તમને ખબર હશે કે માણસ જયારે મૃત્યુ પામે છે ત્યારે તેની આસપાસ હંમેશા સગાસબંધીઓ અને ઘરના લોકો બેસતા હોય છે, તેમજ તમે જોયું હશે કે મૃત વ્યક્તિને રૂમમાં કે બીજી કોઈ જગ્યાએ એકલાને રાખવામાં આવતું નથી. તો આવું કેમ? તો આજે આપણે જાણીશું કે શા માટે મૃત વ્યક્તિ આસપાસ અન્ય વ્યક્તિઓને રાખવામાં આવે છે.
માણસના મૃત્યુ પછી જે કઈ પણ વિધિ કરવામાં આવે તેને અંતિમ સંસ્કાર કહેવાય છે. કોઈ મૃત વ્યક્તિ રાત્રે મૃત્યુ પામે તો રાત્રે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. ખાસ કરીને કોઈ મહિલાનું મૃત્યુ થઇ જાય તો તેને લક્ષ્મી ગણી ને રાત્રે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. પરંતુ તેમના અંતિમ સંસ્કાર વહેલી સવારે કરવામાં આવે છે. અને જો બીજી તરફ જોઈએ તો જયારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેના પરિવારના કે દીકરા દીકરીઓ જયારે દુર હોય તો તે આવે નહિ ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. અને જ્યાં સુધી તે લોકો ન આવે ત્યાં સુધી વ્યક્તિને રૂમમાં સુવડાવી દેવાય છે અને તેની આસપાસ બધી જ પવિત્ર વસ્તુઓ રાખવામાં આવે છે અને અલગ અલગ પ્રદેશની માન્યતાઓ મુજબ તેમની રીતરસમ પણ કરવામાં આવે છે.
હિંદુ પૌરાણિક માન્યતાઓ અનુસાર મૃત વ્યક્તિની આત્મા તે શરીરની આસપાસ જ રહેતી હોય છે. અને અમુક માન્યતા અનુસાર એમ પણ કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિનું બારમું ના પતે ત્યાં સુધી તે વ્યક્તિની આત્મા પરલોક ગઈ હોતી નથી અને તે મુજબ તેનું મૃત શરીર એ વખતે પ્રાણ વગરનું બની ગયું હોય છે. જેથી તેની આસપાસ પૂજાની વસ્તુઓ અને મનુષ્યોને રાખે છે કારણકે મૃત શરીર આસપાસ અન્ય નકારાત્મક શક્તિઓ તેનો પ્રભાવ પાડતી હોય છે. અને બીજી એક માન્યતા મુજબ એ મૃત શરીર પર બીજી શક્તિ તેનો પ્રભાવ કે અધિકાર ના કરી બેસે તે કારણે મૃત શરીરને માન્યતાઓ મુજબ એકલુ રાખવામાં નથી આવતું. અમુક લોકો પાણીઢોલ એટલેકે બારમાં દિવસની બદલે 9 દિવસે, 7 દિવસે કે 5 દિવસે પણ કરી નાખતા હોય છે, ઘણી વખત લોકો પોતાને સમય ના હોવાથી આમ કરતા હોય છે, અને ઘણી વખત અંતિમ ક્રિયા કરાવનાર પંડિત પણ આવું કરવા કહે છે જે હિંદુ ધર્મ અનુસાર ખોટું છે.