પાણીનું કોઈ રંગ કે રૂપ નથી હોતું. જે આકારના વાસણમાં ભરો તેવો આકાર થાય પાણીનો અને જે રંગમાં ઉમેરો તેવો રંગ થાય પાણીનો. પરંતુ દુનિયામાં એક એવું તળાવ છે કે, જેના પાણીનો રંગ ગુલાબી છે. લોકો તેને Pink Lake ના નામથી ઓળખે છે. ઓસ્ટ્રેલીયામાં આવેલું આ Pink Lake જેને લેક હિલર કહેવાય છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ તળાવનું ક્ષેત્રફળ ફક્ત 600 મીટર જ છે. આ લેકનું નામ સલીના ધ ટોરીયાયેજા છે. આ લેક તેના ગુલાબી રંગ માટે ખાસ કરીને નોંધપાત્ર છે. એક બાજથી લાંબો અને સાંકડો કિનારો તેને દક્ષિણ મહાસાગરથી અલગ કરે છે. આ લેક બધી જ બાજુથી પેપરબાર્ક અને યુકેલીપ્ત્સના વૃક્ષોથી ઘેરાયેલ છે. તેની આસપાસ રેતીના ઢુવા પણ છે.
તળાવનું સૌથી નોંધપાત્ર લક્ષણ તેના ગુલાબી રંગ છે. તેનો વાઇબ્રન્ટ રંગ કાયમી છે, અને જ્યારે કન્ટેનરમાં તેનું પાણી ભરવામાં આવે ત્યારે પણ તે બદલાતું નથી. તેનો ગુલાબી રંગ જીવંત ડિનલીએલા સેલિનાની હાજરીને કારણે માનવામાં આવે છે.
વાસ્તવમાં તળાવનું પાણી ગુલાબી એટલા માટે છે કે આમાં મીઠાની માત્રા (આયોડીન) ખૂબ જ વધારે છે. તેથી જયારે સૂર્યના કિરણો આના પર પડે ત્યારે આ સ્ટ્રોબેરી જેવા ગુલાબી રંગમાં બદલાય જાય છે. કહેવાય છે કે આ બેક્ટેરિયાઓથી ભર્યું પડ્યું છે પણ આમાં ન્હાવાથી વ્યક્તિના શરીરને કોઈ જ નુકશાન નથી થતું.
આ તળાવ જોવા માટે હવાઈ પરીક્ષણ શ્રેષ્ઠ માર્ગ છે. તેના ઇતિહાસના એક તબક્કે તળાવનો ઉપયોગ મીઠું ભેગું કરવા માટે કરવામાં આવતો હતો. આ તળાવની સૌપ્રથમ મુલાકાત મેથ્યુ ફ્લિંડર્સ દ્વારા 15 જાન્યુઆરી 1802 ના રોજ કરવામાં આવી હતી. ફ્લિંડર્સની જર્નલ એન્ટ્રી આ તળાવના પ્રથમ લેખિત રેકોર્ડ ગણાય છે.
આ લેકમાં માત્ર જીવંત બેક્ટેરિયાઓ છે, જે તળાવમાં મીઠાને લાલ રંગ આપવાનું કારણ બને છે. અસામાન્ય રંગ હોવા છતાં, આ તળાવના પાણીની મનુષ્યો પર કોઈ પણ પ્રતિકુળ અસર કરતુ નથી. ઉપરથી, તળાવ ઘન બબલ ગમ જેવું ગુલાબી દેખાય છે, પરંતુ કિનારાથી તે સ્પષ્ટ ગુલાબી રંગનું વધુ દેખાય છે. કિનારા પર મીઠું વધુ જોવા મળે છે.
હવામાંથી આ તળાવનો નજરો જોવો વધુ રમણીય લાગે છે. એસ્પ્રેન્સ એરપોર્ટથી દિવસની 6 ફ્લાઈટ આ લેક પરથી ઉડીને જાય છે. તેના સિવાય આ તળાવ અને તેની આસપાસના જંગલ વિસ્તારને જોવા ઈચ્છુક પ્રવાસીઓ માટે ક્રુઝ પણ એક સારો વિકલ્પ છે.