ડોલરની સામે રૂપિયો 74.15 ની સપાટી પર પહોંચી ગયો છે. ડોલરની મજબૂતીને જોતા તેને સૌથી મોંઘી કરન્સી કહી શકાય છે, પરંતુ ડોલર અથવા બ્રિટિશ પાઉન્ડ વિશ્વની સૌથી મોંઘી કરન્સી નથી. વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે બિટકોઇન એટલે કે ગુપ્ત મુદ્રા. આ એક ડિજિટલ કરન્સી છે. આ કરન્સી કોઈ કાયદાની હદમાં નથી આવતી. બિટકોઇનનો ઉપયોગ બેન્કની સુવિધા વિના લેણદેણ, ફન્ડ ટ્રાન્સફર, ઇન્ટરનેટ પર ડાયરેક્ટર ટ્રાન્ઝેક્શન, ઓનલાઇન શોપિંગ અને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન માટે થાય છે.
શું છે બિટકોઇન???
બિટકોઇન એક પ્રકારની ડિજિટલ કરન્સી છે. જેને ઇલેકટ્રોનિક રૂપમાં બનાવાઇ છે અને આ જ રૂપમાં તેને રાખવામાં આવી છે. આ એક એવી કરન્સી છે જેની પર કોઇ દેશની સરકારનું નિયંત્રણ નથી. રૂપિયા કે ડોલરની જેમ તેનું છાપકામ નથી કરવામાં આવતું. આને કોમ્પ્યુટર દ્ધારા બનાવવામાં આવે છે. એક કોયડાનો ઓનલાઇન ઉકેલ લાવવા પર બિટકોઈન મળે છે, સાથે જ રૂપિયા આપીને પણ તે ખરીદી શકાય છે.
શા માટે નામ આપવામાં આવ્યું ગુપ્ત મુદ્રા..!!
બિટકોઇન ઓનલાઇન ચુકવણીનું માધ્યમ છે. જેને ડિજિટલ કે ગુપ્ત મુદ્રાનું નામ આપવામાં આવ્યું છે. આના માટે કોઇ કેન્દ્રીય વ્યવસ્થા નથી. લોકો મુશ્કેલ ગણતરી અને ગુપ્ત કોડિંગ દ્ધારા જાતે પોતાની મુદ્રા જમા કરે અને પછી ખર્ચ કરે છે. જેને માઇનિંગ કહેવામાં આવે છે. તો નાણાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાના બદલામાં એક સામાન્ય ફી લેવામાં આવે છે. જે ક્રેડિટ કાર્ડની તુલનામાં ઘણી ઓછી હોય છે. જો કે, ક્રેડિટ કાર્ડથી ઉલટું આમાં ખરીદારે જ આ ફી ચુકવવી પડે છે.
બિટકોઇનનો ઉપયોગ
બિટકોઇનનો ઉપયોગ ફન્ડ ટ્રાન્સફર, ઇન્ટરનેટ પર સીધી લેવડ-દેવડ, સામાન ખરીદવા અને ગેરકાયદેસર ખરીદ-વેચાણમાં થાય છે. ભારતમાં બિટકોઇનના ટ્રાન્ઝેકશનનું પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. જો કે, બિટકોઇનને લઇને કેટલાક સવાલો પણ ઉભા થઇ રહ્યા છે. જેમ કે આની કિંમતમાં મોટાભાગે ઉતાર-ચઢાવ જોવા મળે છે. બિટકોઇન કોઇ સેન્ટ્રલ બેન્કના કન્ટ્રોલમાં નથી અને બિટકોઇનનો સોદો કોની સાથે થયો તે શોધવાનું મુશ્કેલ છે. રૂપિયા કે ડોલરની જેમ આના ઉપયોગથી પણ વસ્તુઓની ઓનલાઇન ખરીદી કરી શકાય છે. પરંતુ એક વધુ ખાસિયત જે તેને બીજાઓ કરતાં અલગ બનાવે છે, તે છે તેનું ડિસેન્ટ્રલાઇઝ્ડ હોવું. બિટ કોઇન નેટવર્ક કોઇ પણ સંસ્થાના નિયંત્રણમાં નથી.
કેવી રીતે બને છે બિટ કોઇન
શા માટે બીટકોઈન છે દુનિયાની સૌથી મોંઘી કરન્સી
ફકત ૩ વર્ષ પહેલા અસ્તિત્વમાં આવેલી બિટકોઇન દુનિયાની સૌથી મોંઘી કરન્સી છે. એક બિટકોઇનની કિંમત છે આશરે ૨૩૭ ડોલરથી પણ વધારે અથવા અંદાજે ૧૪,૯૩૧ રૂપિયા છે.ભારતમાં કેટલાક ઓપરેટર બિટકોઇન ઓનલાઇન પ્રોવાઇડ કરે છે. વિનિમય સેવા, રૂપિયા કે અન્ય મુદ્રાના બદલે બિટકોઇનની રજૂઆત થાય છે.ડિજિટલ મુદ્રા બિટકોઇનની વધતી લોકપ્રિયતાએ નિયામકોને મોટી ચિંતામાં નાંખી દીધા છે. કારણ કે તેની સાથે મનીલોન્ડરીંગ જોખમ નિયામકોની ઉંઘ ઉડાડી નાંખી છે.નિયામકો એવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે, છેતરપિંડી કરનારા લોકો બિટકોઈનનો દૂરપયોગ કરી ભોળા રોકાણકારોને ઈ-પોન્ઝી સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપી શકે છે. જો ખરેખર એવું થાય તો ચોક્કસ આ રોકાણકારોના લાખો રૂપિયા ડૂબી જશે.
બિટ કોઇન્સ હવે લીગલ
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ક્રિપ્ટો કરન્સી પરનો પ્રતિબંધ હટાવી દઇને આ વર્ચ્યુઅલ કરન્સીના સોદા કરનારાઓને મોકળું મેદાન પૂરું પાડયું છે. થોડા વર્ષ પહેલાં બિટ કોઇન સહિતની ક્રિપ્ટો કરન્સીના ઉપરાછાપરી કૌભાંડો બહાર આવતાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 6 એપ્રિલ 2018ના રોજ એક નોટિફિકેશન જારી કરીને તમામ પ્રકારની વર્ચ્યુઅલ કરન્સી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ પ્રતિબંધ વિરુદ્ધ ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસીએશન ઓફ ઇન્ડિયાએ એક પિટિશન દાખલ કરી હતી અને તેની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આરબીઆઇ દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધને હટાવી દેવાનો નિર્ણય કર્યો હતો.
- બિટકોઇનનું ચલણ રાષ્ટ્રની ભૂમિકા અને તેના રાષ્ટ્રવાદને ખતમ કરી શકે છે
- આગળ જઇને બિટકોઇન બ્લેક મનીનું એક મોટું હથિયાર બની શકે છે
શું છે ક્રીપ્ટો કરન્સી?
વાસ્તવમાં ક્રિપ્ટો કરન્સી એક પ્રકારની ડિજિટલ કરન્સી છે જે ભૌતિક રૂપે ઉપલબ્ધ નથી, પરંતુ માત્ર આભાસી કરન્સી (વર્ચ્યુઅલ કરન્સી) છે. તેનો ઉપયોગ લેવડદેવડ માટે કરવામાં આવે છે. આ માટે બ્લોક ચેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ કરન્સીમાં કોડનો ઉપયોગ કરાય છે અને તેના ઉપયોગથી છેતરપિંડી અને ફ્રોડ થવાની આશંકા ઓછી હોય છે. આજે જ્યારે ઘણા લોકો પાસે બેન્કિંગ સુવિધા નથી, પરંતુ એવા લોકોની સંખ્યા વધારે છે જેમની પાસે ઇન્ટરનેટની સાથે સેલફોન છે.