છેલ્લા ૨૧ દિવસથી પેટ્રોલ-ડીઝલના સતત ભાવો વધતા તેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન પણ મોંધુ થયુ છે. આ ભાવ વધારાની અસર શાકભાજીના ભાવો પર પડી છે. સામાન્ય દિવસોમાં ૪૦ થી ૫૦ કિલો મળતા શાકભાજી રૂ.૮૦ થી ૧૦૦ થઈ ગયો છે. જયારે બટાકા અને ડુંગળીના ભાવોમાં રૂ.૧૦નો વધારો થઈ ગયો છે.
આમ શાકભાજીના ભાવો વધવાથી ગૃહિણીઓના બજેટ ઉપર મોટી અસર જોવા મળી છે અને ઘરનું બજેટ ખોરવાઈ ગયુ છે અને લોકો પર મોંધવારીનો માર પડી રહ્યો છે. ગૃહિણીઓ શાકભાજી ખરીદરતા બોલી રહી છે કે, કોના અચ્છે દિવસ આવશે તે આ મોધવારીઓ બતાવી દીધુ છે. મોધવારી ઘટવાનું નામ દેતી નથી.
શાકભાજીના ભાવોમાં વરસાદ બાદ ઘટાડો થાય તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. હોટેલ- રેસ્ટોરાંમાં ફિક્સ થાળીમાંથી લીલા શાકભાજીને સસ્તા કઠોળ અથવા દુધી-ચણાની દાળનું મીક્સ શાક પીરસવામાં આવી રહ્યુ છે.તો શહેરના કેટલીક હોટલોમાં ફીકસ થાળીના ભાવો વધારી દેવામાં આવ્યા છે.