અમેરિકામાં એક કોર્ટમાં જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય રદ કરવા માટે માની ગયા છે, જેમાં વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં રહેવા પર અસ્થાયી રોક લગાવી દેવામાં આવી હતી. આ આદેશની વિરુદ્ધમાં દેશભરમાં આક્રોશ અને મોટી સંખ્યામાં શિક્ષણ સંસ્થાનો દ્વારા કેસ દાખલ કરાયા બાદ ટ્રમ્પ સરકાર દ્વારા પોતાનો નિર્ણય પરત ખેંચવો પડ્યો છે.
ટ્રમ્પ સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે જેના કારણે અમેરિકામાં રહીને અભ્યાસ કરતા વિદેશના વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. મહત્વનું છે કે, જે વિદ્યાર્થીઓ કોરોના વાયરસના કારણે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે તેવા વિદશી વિદ્યાર્થીઓને પરત જેવું પડશે તેવો આદેશ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે અમેરિકામાં રોકાવું જરુરી નથી. જેની સાથે વીઝા રદ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. જોકે, ભારે વિરોધ બાદ સરકારે પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે.
સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયની સામે હાવર્ડ સહિતની મોટી યુનિવર્સિટીઓ દ્વારા અરજી દાખલ કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું કે, ટ્રમ્પ સરકારે 6 જુલાઈના રોજ લીધેલા નિર્ણયને પરત ખેંચવા માટે રાજી થઈ ગઈ છે. મહત્વનું છે કે, વિદ્યાર્થીઓના પક્ષમાં અમેરિકાની ગૂગલ, ફેસબૂક અને માઈક્રોસોફ્ટ જેવી મોટી આઈટી કંપનીઓ પણ આવી ગઈ હતી.
કોર્ટે આ અંગે જણાવ્યું કે, “પક્ષકારોએ જણાવ્યું છે કે તેઓએ જે નિર્ણય કર્યો છે, તેને દૂર કરશે.” આ બાબતથી વિદેશી વિદ્યાર્થીઓ માટે રાહત લાવી છે, જેમાં ભારતના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. એકેડેમિક વર્ષ 2018-19માં અમેરિકામાં 10 લાખ કરતા વધારે વિદેશી વિદ્યાર્થીઓ હતા. અમેરિકામાં ભારતના 1,94,556 વિદ્યાર્થીઓ હતા. નોંધનીય છે કે, ઘણાં સાંસદોએ પણ પાછલા અઠવાડિયે ટ્રમ્પ સરકારને પત્ર લખીને વિદેશી વિદ્યાર્થીઓ પર લેવાયો પોતાનો નિર્ણય પરત ખેંચવા માટે અનુરોધ કર્યો હતો.