દેશ કોરોના વાયરસ સંકટથી પસાર થઇ રહ્યો છે. દેશવ્યાપી લોકડાઉન પૂર્ણ થઇ ગયેલ થઇ ગયાને બે મહિનાથી વધારે થઈગયું છે, એવામાં કેટલાક રાજ્યોમાં ફરીથી લોકડાઉન કરી દેવાની ફરજ પડી રહી છે, એવામાં સરકાર વિવિધ જગ્યાઓ ખોલવી કે નહીં તેના પર વિચાર કરી રહી છે.
દેશ અને દુનિયા આજે કોરોના સંકટ માંથી પસાર થઇ રહી છે, ત્યારે કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતુ જે બાદ અનલોકમાં ઘણી બધી વસ્તુમાં છુટછાટ આપવામાં આવી હતી,પરંતુ કોરોનાના કેસમાં સતત વધાતો નોંધાતા કેટલાક રાજ્યોમાં ફરીથી લોકડાઉન કરી દેવાની ફરજ પડી રહી છે.
ત્યારે હજી પણ શાળા કોલેજ,સિનિમા ઘર,જીમ,વગ્રેરે બંધ છે ત્યારે હવે દરેકના મન એક સવાલ છે કે શું હવે સ્કૂલ, કોલેજ, જિમ અને મેટ્રો હવે ખુલશે કે નહીં ? મળતી માહિતી મુજબ જેવી રીતે કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે તે પ્રમાણે અત્યારે તો આ કામ ખૂબ મુશેકલ લાગી રહ્યું છે. દેશમાં કોરોના વાયરસના કેસ રોકાવાનું નામ લેતા નથી. જોકે રાહતની વાત એ કહી શકાય કે ભારતમાં રિકવરી રેટ ખૂબ સારો છે જ્યારે મૃત્યુદર પણ બીજા દેશો કરતા ઓછી છે.
મળતી માહિતી મુજબ જે શહેરોમાં મેટ્રો સેવાઓ છે ત્યાં હજુ પણ મેટ્રો ચાલુ થવાની સંભાવના લાગતી નથી. આ સિવાય માર્ચ મહિનાથી સ્કૂલ કોલેજ બંધ કરી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય HRD મંત્રાલય આ વિષય પર ચર્ચા કરી રહ્યું છે અને રાજ્યોથી સલાહ માંગવામાં આવી રહી છે.
જાણવા મળી રહ્યું છે કે મોટા ભાગના રાજ્યો સ્કૂલ કોલેજ ખોલવાના પક્ષમાં નથી. જૂન મહિનામાં જ HRD મંત્રી રમેશ પોખરિયાલે પણ કહ્યું હતું કે સ્કૂલ કોલેજનમાં વિષયમાં વાલીઓણી પણ સલાહ લેવામાં આવશે.
તેની સાથે જ કોરોના વાયરસના કારણે ઘણા બધા વાલીઓમાં ભયનો માહોલ છે અને મોટાભાગના લોકો બાળકોને સ્કૂલ મોકલવાના પક્ષમાં નથી. એવામાં આવતા અઠવાડિયે સ્કૂલ કોલેજ તેની સંભાવના પણ ઓછી દેખાઈ રહી છે. ઓગસ્ટ મહિનામાં નવા નિયમો આવે તો તેમાં સ્કૂલ કોલેજની સાથે સાથે જિમ થીયેટર ખોલવા કે નહીં તેના પર પણ ફેંસલો લેવામાં આવશે.
દિલ્હી અને મુંબઈ શહેરમાં મેટ્રો સેવા ખૂબ આવશ્યક બની ગઈ છે પરંતુ કોરોનાકાળમાં મેટ્રો રેલ થંભી ગઈ છે પરંતુ જે રીતે આ બે શહેરોમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે તેને જોતા સરકાર આ શહેરોમાં મેટ્રો શરુ કરે તેનીઓ શક્યતા પણ ખૂબ ઓછી છે.