વિશ્વભરમાં કોરોના વાયરસનાં કારણે હાહાકાર મચી રહ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં ભારતમાં પણ કેસ સામે આવી રહ્યા છે. એક તરફ વિશ્વઆખું કોરોનાથી બચવાનાં ઉપાયો શોધી રહ્યું છે ત્યાં કોરોનાથી પણ વધુ ખતરનાક બીમારી કઝાકિસ્તાનમાં ફેલાઈ રહી હોવાના અહેવાલ ચીની એમ્બેસી દ્વારા આપવામાં આવ્યા છે.
દુનિયા આખી કોરોના વાયરસથી પીડાઈ રહી છે એવામાં કઝાકિસ્તાનમાં વધુ એક મહામારી ફેલાવવાના સમાચાર સામે આવ્યા છે. આ દાવો ચીની અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. CNNના અહેવાલ અનુસાર ચીની અધિકારીઓએ ચેતવણી આપતા કહ્યું કે કઝાકિસ્તાનમાં એક અજ્ઞાત ન્યૂમોનિયા ફેલાઈ રહ્યો છે જે કોરોના વાયરસથી તુલનામાં વધુ ખતરનાક છે.
અહેવાલ અનુસાર આ ભયંકર બીમારીના કારણે કઝાકિસ્તાનમાં એક જ વર્ષમાં 1700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ચીની એમ્બેસીએ કઝાકિસ્તાનમાં એક નિવેદન બહાર પાડતા કહ્યું કે ‘કઝાકિસ્તાનમાં સ્વાસ્થ્ય વિભાગ અને અન્ય એજન્સી રિસર્ચ કરી રહી છે પરંતુ હજુ સુધી ન્યૂમોનિયાના વાયરસની ઓળખ થઇ શકી નથી.
એમ્બેસીએ કહ્યું કે કઝાકિસ્તાન,આ જૂનના મધ્યમાં એક અજ્ઞાત ન્યૂમોનિયાનાં નવા કેસ સતત વધી રહ્યા છે. કેટલાક સ્થાન પર તો એક જ દિવસમાં સેંકડો કેસ આવી રહ્યા છે. સ્થાનિક મીડિયાનાં અહેવાલ આપતા કહેવામાં આવ્યું કે અત્યાર સુધી અતાયરૂ, અકોતોબ અને શ્યામકેંટ જેવા ક્ષેત્રોમાં વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જ્યારે 500થી વધુ નવા કેસ સામે આવ્યા અને 30થી વધુ અત્યંત ગંભીર રીતે બીમાર છે.
ચીની એમ્બેસીએ જે માહિતી બહાર પાડી છે તે અનુસાર આ બીમારીનાં કારણે 1,772 લોકોની મોત થઇ ગઈ છે જેમાંથી કેટલાક ચીની નાગરિકો પણ છે. જેમાં 628 મોત તો જૂન મહિનામાં જ નોંધવામાં આવી છે. આ સિવાય ભયંકર ખુલાસો આપતા કહેવામાં આવ્યું કે આ બીમારી કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરનાક છે.