ઈન્ડોનેશિયાના ટાપુ બાલીમાં ફરવા જાઓ તો અહીં સમુદ્રની અંદર આવેલા મંદિરની મુલાકાત અચૂક લેજો. આમ તો બાલીમાં ઘણા સારા મંદિરો છે પરંતુ આ મંદિર બિલકુલ અલગ છે.
ગુજરાતમાં આવેલું કૃષ્ણનું ધામ અને સોનાની નગરી તરીકે ઓળખાતી હાલની દ્વારકા નગરી સમુદ્ર તટના કિનારે આવેલી હતી અને કેટલાક સમય પહેલા તે નગરી સમુદ્રમાં વિલીન થઈ ગઈ હતી. લોકોનું માનવું છે કે બાલીમાં આવેલ આ મંદિર દ્વારકા નગરી હોઈ શકે છે. કેમકે દ્વારકા ભગવાન વિષ્ણુ અને શિવ સિવાય અહીં અન્ય ઘણી મૂર્તિઓ છે જે જૂના સમયમાં થનારા પૂજા-પાઠને દર્શાવે છે. હિન્દુ દેવી-દેવતાઓ સાથે અહી ભગવાન બુદ્ધની પણ મોટી મોટી મૂર્તિઓ છે.
આ મંદિર એવું છે જેમાં ટૂરિસ્ટ સ્કૂબા ડાઈવ કરીને દર્શન કરી શકે છે. જો તમને પણ સમુદ્રની અંદરની દુનિયા જોવામાં રસ હોય તો તમારા માટે આ જગ્યા સ્વર્ગથી ઓછી નથી. અહીં તમને સમુદ્રની અંદરની એક અનોખી જ દુનિયા જોવા મળશે. આ સ્થળ આવેલું છે ઈન્ડોનેશિયામાં… ઈન્ડોનેશિયામાં આવેલું આ મંદિર 5000 વર્ષ જૂનું છે.
દરિયાની નીચે આવેલું સમગ્ર સ્થળ ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિરમાં આશરે 5000 વર્ષ જૂની વિષ્ણું ભગવાનની મૂર્તિ પણ છે. લોકો દેશ-વિદેશમાંથી સમુદ્રમાં ડાઈવિંગ કરવા અને આ મંદિર જોવા માટે આવે છે. સમુદ્રના પેટાળમાં આવેલું આ મંદિર દેખાવમાં ખંડેર જેવું લાગે છે પરંતુ લોકોનું એવું માનવું છે કે આ દ્વારકા નગરીના અવશેષો હોઈ શકે છે.
ભગવાન વિષ્ણું ઉપરાંત અહીં ભગવાન શિવની મૂર્તિ પણ ખાસ છે. હિંદુ દેવની મૂર્તિઓ ઉપરાંત અહીં બુદ્ધ ભગવાનની પણ મોટી મોટી મૂર્તિઓ છે. આ જગ્યા ટૂરિસ્ટ્સમાં મહત્વનું આકર્ષણ ધરાવે છે. અહીં સૌથી નજીકનું એરપોર્ટ ડેનપાસર છે. જે બાલીમાં આવેલું છે. આ ઉપરાંત સોઈકામો હટ્ટા જાકાર્તા ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ છે. જ્યાંથી તમે ટેક્સી અને અન્ય માધ્યમથી અહીં પહોંચી શકો છો.
દુનિયાની દરેક જગ્યા પોતાની અલગ ખાસિયત અને તેના સૌંદર્ય માટે ઓળખાય છે, અને તેમાંની જ એક જગ્યા એટલે બાલી. સ્વચ્છ બીચ, કલરફૂલ કલ્ચર અને ચારે તરફ ફેલાયેલી હરિયાળી આ જગ્યાને વધુ સુંદર બનાવે છે. પરંતુ આ બધા સિવાય અન્ય એક વસ્તુ છે જેના કારણે દુનિયાભરના ટુરિસ્ટ્ અહી આવે છે અને એ એટલે અહીં સમુદ્રની અંદર આવેલુ મંદિર.
ઈન્ડોનેશિયાના ટાપુ બાલીમાં ફરવા જાઓ તો અહીં સમુદ્રની અંદર આવેલા મંદિરની મુલાકાત અચૂક લેજો. આમ તો બાલીમાં ઘણા સારા મંદિરો છે પરંતુ આ મંદિર બિલકુલ અલગ છે. બાલીના પેરુતેરાન બીચ પર સમુદ્રના 90 ફિટ નીચે આવેલ આ મંદિર આજ સુધી કુતુહલનું કેન્દ્ર બન્યું છે.