અમેરિકામાં અનેક દિગ્ગજ હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હૅક કરી લેવામાં આવ્યા છે. તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા , માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ , દુનિયાના સૌથી અમીર અને ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વારેન બફે સામેલ છે. આ ઉપરાંત અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં ઉમેદવાર જો બિડનનું પણ ટ્વિટર હેન્ડલ હૅક કરી લેવામાં આવ્યું છે. આઇફોન બનાવનારી કંપની એપલ પણ આ સાઇબર અટેકનો શિકાર થઈ છે.
અહેવાલો મુજબ, બિટકોઇન સ્કેમ સાથે જોડાયેલા ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. આ દિગ્ગજોને બિટકોઇનમાં ડોનેટ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરવામાં આવી રહ્યું છે કે જો તેઓ અહીં પૈસા લગાવે છે તો તેને બીટીસી ખાતામાં બેગણા કરી દેવામાં આવશે.
અમેરિકામાં અનેક દિગ્ગજ હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હૅક કરી લેવામાં આવ્યા છે. તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ દુનિયાના સૌથી અમીર અને ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વારેન બફે સામેલ છે. આ ઉપરાંત અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં ઉમેદવાર જો બિડનનું પણ ટ્વિટર હેન્ડલ હૅક કરી લેવામાં આવ્યું છે. આઇફોન બનાવનારી કંપની એપલ પણ આ સાઇબર અટેકનો શિકાર થઈ છે.
અહેવાલો મુજબ, બિટકોઇન સ્કેમ સાથે જોડાયેલા ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. આ દિગ્ગજોને બિટકોઇનમાં ડોનેટ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરવામાં આવી રહ્યું છે કે જો તેઓ અહીં પૈસા લગાવે છે તો તેને બીટીસી ખાતામાં બેગણા કરી દેવામાં આવશે.
થોડીવાર બાદ ટ્વિટેર એક નિવેદન જાહેર કરતાં કહ્યું કે મામલાની તપાસ ચાલી રહી છે અને આ વિશે અપડેટ કરી દેવામાં આવશે. એવા પણ અહેવાલ આવી રહ્યા છે કે આ હેકિંગ દરમિયાન થોડીવારમાં અસંખ્ય લોકોએ હૅકરોને લાખો ડૉલર મોકલી દીધા.