પોતાનું ઘર રાખવું દરેકનું સપનું હોય છે… પોતાની એક મોટી સંપત્તિ કે આલીશાન ઘર દરેકના જીવન માટે એક મહત્વની એસેટ હોય છે.. ભારત સંસ્કૃતિ, ભાષાથી માંડીને દરજ્જા સુધી વિવિધતાથી સમૃદ્ધ દેશ છે. ભારતમાં ચોક્કસપણે કેટલાક મકાનો છે..જે ભારતના સૌથી આલીશાન અને મોંઘા મકાન છે.. આપણે જાણીએ છીએ કે, સેલિબ્રિટીથી લઈને વ્યવસાયિક હસ્તીઓ સુધી, જ્યારે કોઈ પણ સફળતા પ્રાપ્ત કરે, ત્યારે તેમનો પ્રથમ હેતુ આલીશાન ઘર બનાવવાનું હોય છે. તો ચાલો આપણે જાણીએ ભારતનાં ટોચના 10 સૌથી વધુ મોંઘા મકાનો અને તેમની કિંમતો વિશે..
#10. રતન ટાટા રેસિડન્સ (Ratan Tata Residence)
રતન ટાટા એ ભારતની સૌથી સફળ વ્યાવસાયિક હસ્તીઓમાંની એક છે અને તેઓ તેમના વિશિષ્ટ બીઝ્નેઝ આઈડિયાના કારણે વિશ્વભરમાં જાણીતા છે. મુંબઈના કોલાબામાં આવેલ રતન ટાટાનું નિવાસસ્થાન વ્હાઇટ હાઉસથી ઓછું નથી. રતન ટાટાના હાઉસની કિમત લગભગ રૂ. 150 કરોડ છે. આ મકાન 3 માળનું છે અને તે 15000 ચોરસ ફૂટ વિસ્તારને આવરે છે.
#9. એનસીપીએ એપાર્ટમેન્ટ્સ મુંબઈ
(NCPA Apartments, Mumbai)
મુંબઈમાં નરીમાન પોઇન્ટના પોશ વિસ્તારમાં આવેલ એનસીપીએ એપાર્ટમેન્ટ્સ ભારતના સૌથી મોંઘા હાઉસમાના એક છે.. સાથે એમ પણ કહેવાય છે કે, એનસીપીએ એપાર્ટમેન્ટ, મુંબઇના સૌથી ભવ્ય અને લ્ક્ઝ્યુરીયસ એપાર્ટમેન્ટ્સનો એન્ક્લેવ છે.. આ એએપાર્ટમેન્ટમાં 4 બેડરૂમના ફ્લેટની કિમત લગભગ રૂ. 29 કરોડ છે. આ એપાર્ટમેન્ટમાં ઘણા સ્ટાર્સ રહે છે..
#8. વિજય માલ્યા નિવાસસ્થાન, વ્હાઇટ હાઉસ ઇન ધ સ્કાય, યુબી સિટી બેંગ્લોર
(White House in the Sky, UB City Bengaluru)
વિજય માલ્યા, કિંગફિશર એરલાઇન્સ તેમજ યુબી ગ્રુપનો માલિક છે, તે એક ભવ્ય ઘરનો માલિક છે, જેને તે ‘વ્હાઇટ હાઉસ ઇન ધ સ્કાય’ કહે છે. આ વૈભવી હવેલી સ્ટાઇલનું ઘર યુબી સિટી, બેંગ્લોરમાં બનાવવામાં આવ્યું છે અને તેની કિંમત લગભગ ૧૦૦ કરોડ રૂપિયા છે. વિજય માલ્યાનો ચહેરો હવે કોઈના માટે અજાણ્યો ચહેરો નથી. વિજય માલ્યા ભારતનો લિકર ટાઇકૂન છે..
#7. રાના કપૂર રેસિડન્સ(Rana Kapoor Residence)
ભારતના ટોચના 10 સૌથી મોંઘા હાઉસની સૂચિમાં, 7 મા ક્રમાંકમાં રાણા કપૂરનું હાઉસ આવે છે.. જેની કિંમત લગભગ રૂ. 120 કરોડ છે. YES બેંકના માલિકનું આ મકાન મુંબઇના ટોની અલ્ટામાઉન્ટ રોડના પોશ લોકેશનમાં છે. યસ બેન્કના સીઇઓ રાણા કપૂરનું ઘર મુકેશ અંબાણીની એન્ટિલાની બાજુમાં આવેલું છે.
#6. એબોડ(Abode, Mumbai)
હવે બીજા એક સુંદર હાઉસ વિશે વાત કરીએ, જે મુંબઈના પ્રાઈમ લોકેશન પર આવેલું ઘર છે.. આ હાઉસનું નામ એબોડ છે..આ ઘરનો માલિક બીજો કોઈ નહીં પરંતુ બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીનો નાનો ભાઈ અનિલ અંબાણી છે..મુંબઇમાં આવેલ આ હાઉસની કીમત લગભગ ૫૦૦૦ કરોડ રૂપિયા અને તેથી પણ વધુ છે.
#5. જેકે હાઉસ(JK House, Mumbai)
મુંબઈમાં જેકે હાઉસ પોશ લોકેશનમાં આવેલું સૌથી મોંઘુ હાઉસ છે. રેમન્ડ મેન ગૌતમ સિંઘાનિયા જેકે હાઉસના માલિક છે..આ હાઉસ મુંબઈમાં આવેલું છે..આ હાઉસ ઇન્ડિયાના સૌથી મોંઘા હાઉસમાનું એક છે…આ હાઉસમાં ઘણી સુંદર વસ્તુઓ અને આશ્ચર્યજનક સુવિધાઓ છે જેમ કે આરોગ્ય કેન્દ્ર, હેલિપેડ અને એક મ્યુઝીયમ. આ ઘરમાં 30 થી વધુ ફ્લોર છે જેમાંથી 6 ફ્લોર પાર્કિંગ માટે છે.
#4.રવિ રુઇઆ રેસીડેન્સ(Ravi Ruia Residence)
ભારતના સૌથી મોંઘા મકાનોમાં એક એસાર ગ્રુપના અધ્યક્ષ શશી રુઇઆ અને વાઇસ ચેરમેન રવિ રુઇઆનો લક્ઝુરિયસ બંગલો છે. આ ઘર નવી દિલ્હીમાં પ્રખ્યાત ટીઝ જાન્યુઆરી માર્ગ પર આવેલું છે અને તેની કિંમત લગભગ ૧૨૦ કરોડ રૂપિયા છે.
#3.નવીન જિંદાલ રેસીડેન્સ (Naveen Jindal Residence, Delhi)
ભારતના ખૂબ જ પ્રખ્યાત નવીન જિંદાલને કોણ નથી જાણતું? ભારતમાં રાજકીય ઉદ્યોગપતિ એટલે કે પોલીટીકલ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ તરીકે તેમનુ ખુબ મોટું નામ છે. નવીન જિંદાલનું હાઉસ દિલ્હીમાં આવેલું છે જેની કિંમત આશરે રૂ. 120 કરોડ છે. આ ઘર દિલ્હીમાં સૌથી બેસ્ટ લોકેશન પર આવેલ હાઉસ છે..
#2. મન્નત (Mannat, Mumbai)
મન્નત વિશે ભારતીયને પૂછવામાં આવે તો કોઈ ઇન્ટ્રોડકશન આપવાની જરૂર નથી. મન્નત એટલે બોલિવુડ કિંગ શાહરૂખ ખાનનું હાઉસ.. મન્નત, એસઆરકે અને ગૌરી ખાનનું ડ્રીમ હાઉસ છે. આ મકાન ભારતનું બીજું સૌથી મોંઘુ મકાન છે કારણ કે શાહરૂખ ખાન વિશ્વના બીજા નંબરનો સૌથી ધનિક અભિનેતા અને ભારતનો સૌથી ધનિક અભિનેતા છે. મન્નત હાઉસ મુંબઇના બાંદ્રામાં આવેલું છે અને તેની કિમત ભારતની ચલણમાં લગભગ 200 કરોડ છે..
#1. એન્ટિલા (Antila, Mumbai)
મુંબઈમાં એન્ટિલા એ ભારતના સૌથી મોંઘા હાઉસમાંનું એક છે કારણ કે તે ભારતના સૌથી ધનિક વ્યક્તિનું છે. તે બીજું કોઈ નહીં પણ મુકેશ અંબાણી છે. એન્ટિલા 4 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારને કવર કરે છે. તે એક લેન્ડમાર્ક બની ચુક્યું છે અને દેશ-વિદેશના લોકો આ ઘરની મુલાકાત લેવા આવે છે. જો કે, એન્ટિલાની કિંમત લગભગ રૂ. 10,000 કરોડ છે. રિલાયન્સના વડા મુકેશ અંબાણી દેશના સૌથી ધનાડ્ય વ્યક્તિ છે. તેમની દરેક સ્ટાઇલ લક્ઝરીયસ હોય છે. તેમનું ઘર દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે.મુકેશ અંબાણીનું ઘર ભારતમાં તો સૌથી મોંઘુ છે પણ સમગ્ર વિશ્વમાં તે બીજા નંબરનું સૌથી મોંઘુ ઘર છે જે મુંબઈમાં સ્થિત છે.. 27 માળનું આ ઘર જ માત્ર વિશિષ્ટ નથી પણ તેની સાથે જોડાયેલી દરેક વાત ખાસ છે.