ભારતમાં 21 june એ વિશ્વ યોગ દિવસ માટે ઘણો પ્રખ્યાત છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ સાથે સાથે આજે વિશ્વ સંગીત દિવસ પણ છે. સંગીતને લઈને યુવાનોમાં જાગૃતિ લાવવા માટેઆ દિવસને ખાસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે જણાવી દઈએ કે પ્રથમ વાર વર્લ્ડ મ્યુઝિક ડે વર્ષ 1982માં માનવવામાં આવ્યો હતો. જેને ફ્રાન્સના કલ્ચરલ મિનિસ્ટર જેક લાંગે આયોજિત કર્યો હતો. આ દિવસે દેશ અને દુનિયામાં સંગીત સંબંધિત અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ફ્રાન્સની વાત કરીએ તો દર વર્ષે આ દિવસ સાથે જોડાયેલી અનેક ઘટનાઓ હોય છે. હેલ્થલાઇનમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, આજે અમે તમને જણાવીએ છીએ કે સંગીત આપણા જીવનમાં કેવી રીતે ઉપચાર તરીકે કામ કરી શકે છે અને તેને સાંભળવું સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો શાસ્ત્રીય સંગીત સાંભળે છે તેમની યાદશક્તિ અન્ય લોકો કરતા સારી હોય છે. ગીતો સાંભળવાથી યાદશક્તિ વધે છે. તેમજ ન્યુરોલોજીકલ સંશોધનમાં બહાર આવ્યું છે કે ગીતો સાંભળવાથી મગજમાં ઘણા ફેરફારો થાય છે. સંગીત સાંભળતી વખતે આપણા મગજમાં આવા ન્યુરોકેમિકલ્સ નીકળે છે, જે મગજના કાર્ય અને માનસિક સ્વાસ્થ્ય માટે વધુ સારા સાબિત થાય છે. જ્યારે આપણે પાર્ટીમાં મ્યુઝિક સાંભળીએ છીએ ત્યારે આપણે નાચવા લાગીએ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે સંગીતની સીધી અસર આપણા મૂડ પર પડે છે.
જો તમે સંગીત સાંભળો છો, તો તમે કોઈ પણ દુખાવાથી રાહત અનુભવી શકો છો. વાસ્તવમાં, ગીતો સાંભળતી વખતે, આપણું મન સંપૂર્ણ રીતે ગીતના બોલ અને સંગીત પર કેન્દ્રિત હોય છે. આ રીતે આપણે આપણી બધી પીડા ભૂલી જઈએ છીએ.2017માં હાથ ધરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે સંગીત સાંભળવાથી ડિપ્રેશનની સમસ્યાને અમુક અંશે ઘટાડી શકાય છે. આ સંશોધન શાસ્ત્રીય અને જાઝ સંગીત પર કરવામાં આવ્યું હતું.રાત્રે સૂયા પછી જો તમે સંગીત સાંભળશો તો તમને સારી ઊંઘ આવશે. ખરેખર, સંગીત સાંભળ્યા પછી, માઇન્ડ રિલેક્સ અનુભવે છે. જો કે, ધ્યાનમાં રાખો કે સંગીત તમને ઈમોશનલ બનાવતુ હોવું ન જોઈએ અને ન તો તે ખૂબ જ લાઉડ હોવું જોઈએ.
જ્યારે તમે સંગીત સાંભળો છો, ત્યારે તમારું મન ખુશ થાય છે. આવી સ્થિતિમાં લોકો ઘણી વખત ડાન્સ કરવા લાગે છે. હૃદયના સ્વાસ્થ્ય પર તેની સકારાત્મક અસર પડે છે. ગીતો સાંભળવાથી શ્વાસની ગતિ, હૃદયના ધબકારા અને બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.