કોરોના કાળમાં દેશના દરેક મંદિર બંધ રાખવામાં આવ્યા હતા, ત્યારે હવે અનલોકમાં ધણા બધા પ્રસિદ્ધ મંદિર ખોલવામાં આવ્યા છે,તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના ઉચ્ચ અધિકારીએ કરેલા ખુલાસા પ્રમાણે 11 જૂન પછી અત્યાર સુધીમાં મંદિરના કુલ 743 કર્મચારીઓને કોરોના પોજીટીવ નોંધવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ જેમાંથી અત્યાર સુધી 3ના મોત થઈ ચૂક્યા છે, 402 ઠીક થઈ ચૂક્યા છે જેમાંથી અત્યાર સુધી 3ના મોત થઈ ચૂક્યા છે, 402 ઠીક થઈ ચૂક્યા છે જ્યારે 338 લોકો અલગ અલગ જગ્યાએ ઈલાજ હેઠળ છે.
અત્યારે દેશમાં મહામારીની જેમ વકરેલો કોરોના વાયરસ અત્યાર સુધી હજારો લોકોની જિંદગીને ભરખી ચૂક્યો છે. આ સંકટમાં દેશનું સૌથી ધનવાન પૈકીનું એક ગણાતું તિરૂપતિ મંદીર પણ બચવા પામ્યું નથી. આ મંદિરના અત્યાર સુધીમાં કુલ 743 કર્મચારીને કોરોના સંક્રમણ લાગી ચૂક્યું છે.
જાણવા મળી રહ્યુ છે કે 11 જૂન બાદ ત્યાર સુધીમાં મંદિરના કુલ 743 કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. જેમાંથી 3ના મોત થયા છે જ્યારે 402 સાજા થઈ પરત ફર્યા છે અને 338 કર્મીઓની હજી સારવાર ચાલી રહી છે.
આપણે સૌવ જાણીએ છે કે કોરોના મહામારીના લીધે મંદિર જો કે અઢી મહિના સુધી બંધ રહ્યું હતું અને 11 જૂન સામાન્ય દર્શનાર્થીઓ માટે તેના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. મંદિરના અધિકારીઓએ કહ્યુંહતું કે શ્રદ્ધાળુઓના આગ્રહને વશ આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને કોરોનાને લગતા તમામ જરૂરી નિયમોના પાલન બાદ જ મંદિર પ્રવેશની અનુમતિ આપવામાં આવતી હતી.