દેશભરમાં કોરોના વાયરસના કારણે લોક ડાઉનને વધારી દેવામાં આવ્યું છે. આ લોકડાઉનના કારણે જનજીવન પર તો માઠી અસર પડી જ છે પણ આ સાથે લોકડાઉનની સીધી અસર વ્હીક્લસનાં મેન્ટેનન્સ પર પણ જોવા મળી રહી છે. લોકડાઉનના કારણે વાહનનો ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ ગયું છે. તેવામાં જો લાંબા સમય સુધી વાહનો એક જ જગ્યાએ બંધ પડ્યા રહે તો તેની મશીનરી ખરાબ થઇ શકે છે.
લોકડાઉન દરમિયાન દેશની ઓટોમોબાઇલ કંપની રોયલ એન્ફિલ્ડે હમણાં જ તેના ગ્રાહકો માટે વોરંટી અને ફ્રી સર્વિસિંગ પિરિઅડ વધારી દીધો છે. તેમજ, આ સાથે તેણે તેના બાઇક્સને મેન્ટેન કરવાની ગાઇડલાઇન્સ પણ બહાર પાડી છે. જેની મદદથી યુઝર્સ તેમની રોયલ એન્ફિલ્ડ બાઇકને આ લોકડાઉન પિરિઅડમાં પણ સારી રીતે મેન્ટેન કરી શકશે.
કંપની દ્વારા આપવામાં આવેલી બાઇક મેન્ટેન કરવાની ટિપ્સ
બે-ત્રણ દિવસે બાઇકનું એન્જિન સ્ટાર્ટ કરીને તેના ઇલેક્ટ્રોનિક્સ જેવાં કે હેડલેમ્પ વગેરે ચેક કરતા રહો.
તમારી રોયલ એન્ફિલ્ડ બાઇકને હંમેશાં છાંયડામાં પાર્ક કરો. ભૂલથી પણ એવી જગ્યાએ પાર્ક ન કરો જ્યાં સીધો તડકો આવતો હોય.
હંમેશાં તમારી બાઇકને સ્ટ્રોન્ગ ફર્શ પર સેન્ટર સ્ટેન્ડ પર જ ઊભી રાખો.
બાઇક પાર્ક કરતી વખતે હંમેશાં તેને બાઇકના કવરથી ઢાંકીને રાખો. તેથી ધૂળ અને માટી વગેરેથી બાઇક બચીને રહેશે.
બાઇકને દરરોજ એક જ જગ્યાએ ઊભા રાખવાનું ટાળો. તેને એક બે દિવસે સ્ટેન્ડ પરથી ઉતારીને બે-ચાર મીટર ફેરવો.
બાઇકના ચેન પર ક્લીનર અને ગ્રીસનો પ્રયોગ કરતા રહો કારણ કે, ગરમીમાં લ્યુબ્રિકેટ ઝડપથી સૂકાઈ જાય છે. એટલે ચેન પર રસ્ટિંગની સમસ્યા થઈ શકે છે.
બાઇકના ચેન સ્પોકિટ, બ્રેક્સ અને લીવર વગેરેમાં પણ ઓઇલિંગ અને લ્યુબ્રિકન્ટનો પ્રયોગ કરતા રહો.
બાઇકને ચેક કરતી વખતે ક્યારેક એકવારમાં જ બહુ ફાસ્ટ એક્સિલેટર ન આપો, તેનાથી બાઇકના એક્ઝોસ્ટ સાઉન્ડ પર અસર પડે છે.