ભારતમાં લોકશાહી છે. વિશ્વના અન્ય દેશોમાં પણ લોકશાહી છે, પરંતુ લોકશાહીની પ્રણાલીઓ ભિન્ન-ભિન્ન છે.તેમજ ભારતમાં સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટે ઉજવવામાં આવે છે.અને દરેક જગ્યાએ આ દિવસ ઉજવવાની તૈયારીઓ થાય છે. પરંતુ ભારતના બે એવા શહેર છે જ્યાં 15 ઓગસ્ટ માટે કોઇ તૈયારી કરવામાં આવતી નથી. આ બંને શહેરમાં 15 ઓગસ્ટને સ્વંતત્રતા દિવસ તરીકે માનવામાં આવતો નથી. કારણ કે, અહિયાં 8 ઓગસ્ટનો દિવસ આ શહેરો માટે સ્વતંત્રતા દિવસ છે. અમે વાત કરી રહ્યા છીએ પશ્ચિમ બંગાળની નદી નદિયા જિલ્લામાં આવેલ રામઘાટ અને કૃષ્ણાનગર વિશે. આ બંને જગ્યાએ સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ નહીં પરંતુ 18 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે.
શા માટે ઉજવાય છે 18 ઓગસ્ટનો દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે:
આપણે બધા જાણીએ છીએ કે, 15 ઓગસ્ટથી એક દિવસ પહેલાં પાકિસ્તાનને આઝાદ દેશ ઘોષિત કરી દેવામાં આવ્યો હતો. ભારત અને પાકિસ્તાનના વિભાજન દરમિયાન રામઘાટ અને કૃષ્ણાનગર આ બંને શહેર પાકિસ્તાનમાં સામેલ કરી દેવામાં આવ્યાં હતાં. જેના કારણે વિવાદ વધી ગયો હતો. તેમજ કૃષ્ણાનગર અને રામઘાટમાં હિંદુઓની સંખ્યા વધારે હતી.
3 દિવસ સુધી ચાલ્યું વિરોધ પ્રદર્શનઃ
અહીંના લોકોએ આ બંને શહેરોને ભારતમાં સામેલ કરવાની માંગણી કરી હતી. આ માંગણીને પૂર્ણ કરવા માટે અનેક વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ કૃષ્ણાનગર અને રામઘાટ ભારતમાં સામેલ કરી લેવામાં આવ્યાં અને છેવટે તેમને 18 ઓગસ્ટના દિવસે આઝાદી મળી હતી.
ઝંડો ફરકાવવાની પરમિશન મળી નહીંઃ
જોકે, આ બે જગ્યાએ 18 ઓગસ્ટના દિવસે આઝાદીનો ઉત્સવ મનાવવા કે આ દરમિયાન ઝંડો ફરકાવવાની પરમિશન મળી નહીં. આનું કારણ એ હતું કે, સંવિધાન પ્રમાણે 15 ઓગસ્ટ, 23 અને 26 જાન્યુઆરી સિવાય ક્યારેય દેશમાં ઝંડો ફરકાવવાની પરમિશન હતી નહીં. તેની માટે અહીના લોકોને ખૂબ જ લાંબો સંઘર્ષ કરવો પડયો અને વર્ષ 1991માં તેમને ઝંડો ફરકાવવાની પરમિશન મળી ગઇ. અને આજે અહીંના લોકો 18 ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને આઝાદીની ઉજવણી કરે છે.
આ પણ વાંચો: Rolex ઘડિયાળ સેલીબ્રીટીઓની હોય છે પહેલી પસંદ, કેમ લાખોમાં હોય છે કિંમત?