જ્યારે હાથમાં રોકડ ન હોય અને તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોય તો તમે પર્સનલ લોન લઈ શકો છો. આ લોન ગોલ્ડ લોનની જેમ જ હોય છે, જેમાં તમે ગોલ્ડનો સિક્યોરિટી તરીકે ઉપયોગ કરી શકો છો. જોકે, પર્સનલ લોન સિક્યોરિટી તરીકે કંઈ જ જમા કરાવવાની જરૂર રહેતી નથી. પર્સનલ લોન લેવા માટે તમારે જે બેન્ક ઓછો વ્યાજ દર વસૂલ કરે તેવી બેન્કમાં લોન માટે એપ્લાય કરવું જોઈએ. જે ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર સારો હોય તેને બેન્ક સૌથી ઓછા વ્યાજ દરની લોન આપે છે.
જ્યારે પણ તમે લોન માટે એપ્લાય કરો છો ત્યારે તમારે બેન્ક પાસેથી સુનિશ્ચિત કરવું જોઈએ કે, વ્યાજદર નિશ્ચિત છે કે, અસ્થાયી. જો નિશ્ચિત વ્યાજદર હોય તો તમારા માસિક હપ્તા (EMI) પર કોઈ અસર પડતી નથી. પર્સનલ લોન અસુરક્ષિત હોય છે તથા અન્ય લોન કરતા પર્સનલ લોન પર વ્યાજદર વધુ વસૂલવામાં આવે છે. પર્સનલ લોન માટે તમે મિત્રો અથવા પરિવારને પણ વાત કરી શકો છો. બેન્ક, નોન બેન્કિંગ સંગઠનો (NBFCs) પણ પર્સનલ લોનની સુવિધા આપે છે. ટાટા કેપિટલ, બજાજ ફિનસર્વ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), HDFC સહિત અન્ય બેન્ક પણ પર્સનલ લોનની સુવિધા આપે છે.
– બેન્ક અથવા NBFC પર્સનલ લોન માટે સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ, સ્ટેચ્યુટરી ચાર્જ તથા અન્ય ચાર્જ વસૂલ કરે છે. તમામ લોન પ્રોવાઈડર પર્સનલ લોન પર અલગ અલગ ચાર્જ વસૂલ કરે છે.
– લોન લેનાર વ્યક્તિને પ્રિ-ક્લોઝર અથવા પ્રિ-પેમેન્ટ ચાર્જ જમા કરાવવાનો હક છે. લોન પ્રોવાઈડર પર્સનલ લોન પર કયા કયા ચાર્જ વસૂલ કરે છે, તેની લોન લેનારે સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જોઈએ.
– લોન પ્રોવાઈડર વધુમાં વધુ પાંચ વર્ષ માટે પર્સનલ લોન (Personal loans) આપે છે. તમામ કેસમાં લોનની ચૂકવણી કરવાનો કાર્યકાળ અલગ અલગ હોય છે.
પર્નલ લોન માટે એપ્લાય કરવા લોન એપ્લિકેશનની સાથે સાથે અહીં જણાવેલ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.
– પાસપોર્ટ સાઈઝ ફોટો- 2
– એમ્પ્લોયર તરફથી આપવામાં આવેલ ID કાર્ડ
– છેલ્લા 6 મહિનાની સેલેરી સ્લીપ અથવા ફોર્મ 16
– પાન કાર્ડ (Permanent Account Number)
– ઓળખ માટે એક આઈન્ડેટીટી પ્રૂફ અને હાલના એડ્રેસનો પુરાવો
– પાસપોર્ટ
– ડ્રાઈવિંગ લાયસન્સ
– આધાર કાર્ડ
– ચૂંટણી કાર્ડ
– NREGA દ્વારા જાહેર કરેલ જોબ કાર્ડમાં રાજ્ય સરકારના અધિકારીની સહી હોવી જોઈએ.
– રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરે જાહેર કરેલ પત્રમાં નામ અને એડ્રેસ હોવું જોઈએ.