દુર્લભ જીવો વધુ પડતા દરિયામાંથી જોવા મળે છે. ત્યારે કંબોડિયામાં મેકાંગ નદીમાંથી એક માછલી મળી આવી છે. જેને લઈને ઘણા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. મેકાંગ નદીમાંથી દુનિયાની સૌથી મોટી તાજા પાણીની માછલી પકડાઈ છે. સંશોધકોના જણાવ્યા અનુસાર સ્ટિંગરેનું વજન 661 પાઉન્ડ એટલે કે લગભગ 300 કિલોગ્રામ છે. તમે કલ્પના કરી શકો છો કે તે કેટલી ભારે હશે. તેનું વજન એટલું વધારે હતું કે તેને બહાર કાઢવા માટે ઘણા લોકોને મહેનત કરવી પડી હતી. આ માછલીનું નામ ‘બોરામી’ છે, જેનો અર્થ પૂર્ણ ચંદ્ર થાય છે. તેને આ નામ તેના બલ્બ જેવા આકારને કારણે આપવામાં આવ્યું છે. 4 મીટરની આ માદાને ઇલેક્ટ્રોનિકલી ટેગ લગાવ્યા બાદ નદીમાં પાછી છોડી દેવામાં આવી હતી.
ટેગ લગાવ્યા બાદ વૈજ્ઞાનિકો માછલીના વ્યવહાર પર નજર રાખી શકશે. જે લોકોને સમુદ્રમાં કે તેમના રહસ્યોમાં રસ છે તેમના માટે આ સમાચાર ખરેખર આનંદદાયક રહેશે. આ પહેલા 2005 માં 645 પાઉન્ડ વજનની કેટફિશ પકડાઈ હતી અને તે થાઈલેન્ડમાંથી મળી આવી હતી. રિવર કમિશનના જણાવ્યા અનુસાર મેકોંગ વિશ્વમાં ત્રીજા નંબરની નદી છે જેમાં માછલીની સૌથી વધુ વિવિધતા ધરાવે છે.
માછીમારી, પ્રદુષણ, મીઠા પાણીની સમસ્યાના કારણે સ્ટોકમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નદીના રક્ષણ સહિતના સંરક્ષણનાં પગલાં છતાં, સ્ટિંગરે જેવી નાજુક માછલીઓ માટે માછલીઓના સામૂહિક મૃત્યુ સહિતની અનેક મુશ્કેલીઓ સામે ઝઝૂમવું શક્ય નથી.