તમે ઘણી વાર નેતાઓ અને અભિનેતાઓના રક્ષણ માટે વીઆઈપી ટ્રીટમેન્ટ જોઇ હશે. પરંતુ શું તમે જાણો છો કે, આપણા દેશમાં એક એવું વૃક્ષ છે જેને સુપરસ્ટારનો દરજ્જો મળ્યો છે. એટલું જ નહિ પોલીસ આ વૃક્ષને બચાવવા 24 કલાક હાજર હોય છે.
તો જણાવી દઈએ કે આ વીઆઈપી વૃક્ષ મધ્યપ્રદેશના ભોપાલ અને વિદિશાની વચ્ચે સ્થિત સલામતપુરની ટેકરી પર આવેલું છે. આ એક વડનું ઝાડ છે જેને વીઆઇપીની જેમ દેખભાળ મળી રહી છે. આટલું જ નહીં, દર વર્ષે 12 થી 15 લાખ રૂપિયા પણ આ વૃક્ષની સુરક્ષામાં ખર્ચવામાં આવે છે.
ચાર ગાર્ડ હોય છે સુરક્ષામાં માટે…
આ વૃક્ષની સુરક્ષામાં ચાર ગાર્ડ રોકાયેલા હોય છે, જે આ વૃક્ષની સંભાળમાં ૭ દિવસ અને ૨૪ કલાક ઉભા રહે છે. એટલું જ નહિ આ વૃક્ષ માટે ખાસ પાણીના ટેન્કરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વૃક્ષ 21,સપ્ટેમ્બર 2012 ના રોજ શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષે દ્વારા રોપવામાં આવ્યું હતું. તે એક બોધી વૃક્ષ છે. બૌધ્ધ ધર્મમાં બોધી વૃક્ષ નું વિશેષ મહત્વ છે. ત્રીજી સદીમાં બોધી વૃક્ષની એક ડાળી ભારતથી શ્રીલંકા લઈ જવામાં આવી હતી અને તે ડાળી અનુરાધાપુરામાં લગાવાઈ હતી. એવું કહેવામાં આવે છે કે, આ એ જ બોધી વૃક્ષની એક ડાળી હતી
જેના હેઠળ ભગવાન બુદ્ધે મોક્ષ મેળવ્યો હતો. અત્યારે આ બોધી વૃક્ષ 15 ફૂટનું થઇ ચૂક્યું છે.
અને આજ કારણોસર આ બોધી વૃક્ષના મહત્વને ધ્યાનમાં લઈને સરકારે તેની સુરક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. જેથી આ પ્રાચીન વૃક્ષ સંપૂર્ણ સલામત રહી શકે.