દેશભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી છે..જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈ દેશભરમાં લોકડાઉનને 17 મે સુધી લંબાવી દીધું છે. ત્યારે ભારત સરકાર બહુ જલદી 90 કરોડ લોકોને ફોન કરશે અને જાણકારી મેળવશે કે તેમનામાં કોરોના વાયરસ સંક્રમણના કોઈ લક્ષણ છે કે નહીં.
મહામારી કોરોના વાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. લોકડાઉન હોવા છતાં પણ કોરોના વાયરસ સંક્રમિત લોકોનો આંકડો દિવસે-દિવસે વધી રહ્યો છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પૂરતા પગલા અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ તેમ છતાં કોરોના પર નિયંત્રણ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે હવે ભારત સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ ભારત સરકાર હવે 90 કરોડ લોકોને જલ્દી ફોન કરશે અને તપાસ કરશે કે તેમનામાં કોરોના વાયરસ સંક્રમણના કોઈ લક્ષણ તો નથી ને. આપને જણાવી દઈએ કે કોરોના વાયરસના સંક્રમણથી લોકોને બચાવવાના પ્રયાસોમાં ‘આરોગ્ય સેતુ’ એપ પણ સામેલ છે.
જલ્દી સરકાર દેશના લગભગ 90 કરોડ લોકોને સંપર્ક કરશે અને માત્ર સ્માર્ટફોન જ નહીં પરંતુ બટન વાળા ફિચર ફોન્સ સુધી પણ આ એપને પહોંચાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. એપની મદદથી યુઝર્સ ખુદ તપાસ કરી શકશે કે તેમનામાં કોવિડ-19 સંક્રમણથી જોડાયેલ કોઈ લક્ષણ તો નથી દેખાઈ રહ્યા.