આજની દુનિયામાં, દરેક વ્યક્તિ સ્વાર્થી બની ગયો છે. બીજાના જીવનમાં જે દુ:ખ ચાલી રહ્યું છે, તેનાથી કોઈને કોઈ મતલબ રાખતો નથી, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે કે જે બીજા લોકોને નાખુશ જોઈ શકતા નથી અને કોઈપણ સ્વાર્થ વગર તેમની મદદ પણ કરી શકે છે. આવા જ એક મદદરૂપ ઓટો ડ્રાઈવર દિલ્હીમાં જોવા મળ્યા હતા. જેમણે એક યુવાન પુત્રીનો જીવ બચાવ્યો હતો. પુત્રી ઘરથી છોડી ભાગી હતી તો ચાલો આ સમગ્ર મામલો શું છે…
આજના યુવાનો અને યુવતીઓ સોશિયલ મીડિયા પર વધુ સક્રિય છે. આવી સ્થિતિમાં આ સોશિયલ મીડિયા દ્વારા નવા મિત્રો પણ બને છે. કેટલીકવાર આ બેવકૂફ યુવાનો થોડા મહિનાઓની મિત્રતામાં મોટા પગલા ભરે છે. આવો જ એક કિસ્સો દિલ્હીમાં જોવા મળ્યો છે. અહીં 24 વર્ષીય યુવતીએ ફેસબુક પર થોડા દિવસો મેસેજમાં વાત કરી અને એક યુવાન સાથે ઊંડી મિત્રતા કરી. જ્યારે યુવતીના પરિવારજનોને આ અંગે જાણ થઈ, ત્યારે ઝઘડો થયો હતો. આ પછી છોકરીએ તે મિત્રના માટે પોતાનું ઘર છોડવાનો મોટો નિર્ણય લીધો. આ 24 વર્ષીય છોકરીએ ગુસ્સામાં પોતાનો તમામ સામાન પેક કર્યો અને ઘર છોડી નીકળી ગઈ.
અહીં જસ્સી નામનો ઓટો ડ્રાઇવર સાંજે બાંગ્લા સાહિબ ગુરુદ્વારા પાસે સવારીની રાહ જોતો હતો. આ જ ઘરમાંથી ભાગી ગયેલી આ 24 વર્ષની છોકરી જસ્સીની ઓટોમાં બેઠી હતી. છોકરી પાસે બે -ત્રણ બેગ પણ હતી. તેણે ઓટોવાળાને કહ્યું કે, તેને સારી હોટલમાં લઈ જાઓ. છોકરી ખૂબ અસ્વસ્થ દેખાઈ રહી હતી, તેથી ઓટો ડ્રાઈવરને શંકા ગઈ અને આસપાસ પૂછ્યું કે ‘મેડમ હોટેલમાં આઈડી પ્રૂફ હશે. તમારી પાસે શું છે? ‘આના પર યુવતીએ ઓટો ડ્રાઈવરને તેનું આધાર કાર્ડ બતાવ્યું. છોકરીના આધાર કાર્ડ પર દિલ્હીનું સરનામું લખેલું હતું. આના પર ઓટો ડ્રાઈવર વિચારવા લાગ્યો કે દિલ્હીમાં રહેતી યુવતીએ હોટેલમાં રહેવાની જરૂર કેમ પડી.
ઓટોવાળાએ છોકરીને કહ્યું કે, તું મારી નાની બહેન જેવી છે, માટે તને કોઈ તકલીફ હોય તો મને કે હું એનું સોલ્યુશન આપું. આના પર છોકરીએ કહ્યું કે, તે ગુસ્સામાં પોતાનું ઘર છોડી આવી છે. હવે એક મિત્ર પાસે જઈ રહી છું, ત્યાં તે તેની સાથે રહેશે અને નોકરી પણ કરશે. આ સાંભળીને ઓટો ડ્રાઈવર સમજી ગયો કે, મામલો ગંભીર છે અને જો છોકરી ત્યાં જાય તો કંઈક ખોટું થઈ શકે છે. તેથી તેણે પોતાની ઓટો સીધી પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનની અંદર લઇ ગયો. અહીં ગયા પછી તેણે પોલીસને બધી વાત કરી અને છોકરીને તેમના હવાલે કરી દીધી.
સંસદ માર્ગના એસએચઓ વેદ પ્રકાશ રાયે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું અને તેના વિશે વિચારવાનું કહ્યું. તેમણે કહ્યું કે, કેટલી વાર લોકો સોશિયલ મીડિયા પર છોકરીઓને પ્રેમ અને નોકરીનું વચન આપીને લલચાવે છે. છોકરીના પરિવારના સભ્યોને પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા. તે લોકોએ પણ છોકરીને ઘણી સમજાવી. અંતે છોકરીએ તેના પરિવારની સાથે જવાનો નિર્ણય લીધો અને એમની જોડે ચાલી ગઈ.
બીજા દિવસે ઓટો ડ્રાઈવર પોલીસ સ્ટેશનમાં છોકરીની સંભાળ લેવા આવ્યો. તેને ખબર પડી કે, જોકે છોકરીનું ઘરે પરત ગઈ છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે, હવે છોકરીનું વર્તન પણ સુધર્યું છે. આજે એક સમજદાર ઓટો ડ્રાઈવરને કારણે યુવતીનો જીવ બરબાદ થતા બચી ગયો હતો.