મોબાઈલ ગેમ રમવાના ચક્કરમાં વધુ એક પરિવારને મોટો ચુનો લાગ્યો છે. BGMI ગેમ રમનાર એક બાળકે પોતાના પિતાના ખાતામાંથી 39 લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યા. એક રિપોર્ટ અનુસાર મામલે આગ્રાનો છે. જ્યાં એક બાળત પોતાના પિતાના ફોનમાં ગેમ રમતો હતો. બ્નેક ખાતામાંથી આટલી મોટી રકમ ગાયબ થવા પર પિતા પરેશાન થઈ ગયા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આગ્રા પોલીસે તપાસ કરી તો BGMIની ડેવલોપર કંપની ક્રોફ્ટનનું નામ સામે આવ્યું છે.
BGMI આ પ્રકારની ઘણા એક્શન ગેમ બજારમાં હાજર છે. આ મોબાઈલ ગેમ્સમાં સારા હથિયાર, ડ્રેસ અને આ પ્રકારના સામાનની ખરીદી માટે પૈસા ચુકવવા પડે છે. સેવાનિવૃત ફોજીની ફરિયાદ પર ક્રાફ્ટન કંપનીની તરફથી છેતરપિંડી અને આઈટી એક્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ થઈ રહી છે.
પીડિત પિતા રિટાયર્ડ સૈનિક છે. તેમણે પોલીસને પોતાની ફરિયામાં જણાવ્યું કે તેમના ખાતામાં 39 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. તેમને ન હતી ખબર કે બેન્ક ખાતામાંથી આટલી મોટી રકમ કઈ રીતે ગાયબ થઈ. જ્યારે બેન્ક પાસે આ વિશે પુછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે સૌથી પહેલું એમાઉન્ટ પેટીએમ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યું. જે સિંગાપુરના ખાતામાં પહોંચ્યું છે. હવે ખાતું કથિત રીતે Krafton કંપનીથી સંબંધિત છે.
mobile
જણાવી દઈએ કે આ પહેલો કેસ નથી જ્યારે મોબાઈલ ગેમના ચક્કરમાં બાળકોએ માતા-પિતાના ખાતામાંથી એક મોટી રકમ ઉડાવી દીધી હોય. નેશનલ કમીશન ફાર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના રિપોર્ટ્સ અનુસાર શહેરમાં લગભગ 60 ટકા બાળકોની પાસે મોબાઈલ છે. તેમાં 40 ટકાથી વધારે બાળકો એવા છે જે અન્ય સોશિયલ સાઈટ્સ અને અલગ અલગ એપનો ઉપયોગ કરે છે.