દેશભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે અને સાથે જ મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે.
કોરોના વાયરસના સંક્રમણના કારણે હવે અમરનાથ શ્રાઈન બોર્ડે ચાલુ વર્ષે 23 જુનથી શરુ થનાર અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો.. એવુ પ્રથમ બન્યું છે જ્યારે અમરનાથ યાત્રા શરુ થતા પહેલા જ રદ્દ કરવામાં આવી હોવાના અહેવાલ પ્રકાશિત થયા બાદ હવે જમ્મુ-કાશ્મીર જિલ્લા પ્રશાસનને યૂ ટર્ન લીધો છે. જિલ્લા પ્રશાસનને અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય પરત ખેંચ્યો છે..
જમ્મુમાં રાજભવનમાં મળેલી બઠકમાં લેફ્ટિનેન્ટ ગવર્નર ગિરીશચંદ્ર મુર્મુએ આ નિર્ણય લીધો છે. 2009માં અમરનાથ શ્રાઈન બોર્ડની રચના કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ/ઉપરાજ્યપાલ આના ચેરમેન હોય છે.
મહત્વનું છે કે આ પહેલા ગત વર્ષે ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે કલમ 370 હટાવ્યાના ત્રણ દિવસ પહેલા સુરક્ષાના ભાગરુપે અમરનાથ યાત્રાને રોકી દીધી હતી. ત્યારે હવે જ્યારે દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ છે ત્યારે આ યાત્રા શરુ થશે કે નહીં તેને લઈ અસમંજસની સ્થિતિ યથાવત છે..