એમ તો સૌ કોઈ જાણે છે કે alcohol શરીર નુકશાનકારક છે. અને એમાં પણ ગુજરાતીઓમાં કહેવત છે કે વાંદરાને દારુ પાયો. એટલે હવે વધારે કુદાકુદ કરશે. અને અહીં તો આ કહેવત સાચ્ચે જ સાચી પડી રહી છે. લોકો અહીં વાંદરાને દારુ પીવડાવે છે. પશુઓ પાસે માનવીઓ જેવી વિચારવા અને સમજવાની શક્તિ નથી હોતી. તેઓ તે પણ નથી જાણતા કે શુ સાચુ છે અને શું ખોટું. પરંતુ માનવીઓ પાસે આ સમજશક્તિ હોવા છતાં આપણે આવી હકરત કરીએ છે તે આશ્વર્યજનક છે.
જોકે શ્રદ્ધા એ પોતપોતાની માન્યતાનો વિષય છે. એના વિશે કંઈ જ કહેવું યોગ્ય રહેશે. પરંતુ આ થોડું વિચિત્ર છે કે માનતા પૂરી કરવા માટે વાંદરાઓને દારુ પીવડાવાય. હા, મધ્યપ્રદેશમાં ઉજ્જૈન સ્થિત કાલ ભૈરવના મંદિરમાં ભૈરવને દારુ ચઢાવવાની માન્યતાઓ છે. અહીં વાત થઇ રહી છે થોડા સમય પહેલા વાયરલ થયેલા વાંદરાઓના દારુ પીતા વિડીયો અને ફોટો વિશે. માહિતી મુજબ, આ વિડીયો ઉત્તરપ્રદેશના સીતાપુર સ્થિત એક મંદિરનો હતો, જ્યાં શિવલિંગ પર દારુ ચડાવવાની માન્યતા છે.
ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લાથી આશરે 70 કિમી દૂર આવેલા કુરસઠ ગામમાં સ્થિત એક અનોખું મંદિર કે જેમાં વાંદરાઓને દારૂ પીવડાવવામાં આવે છે. આ મંદિરની ખાસિયત એ છે કે મંદિરમાં કોઇ દરવાજો કે બારી નથી. આ મંદિર ગામથી દૂર જંગલની વચ્ચે બનેલું છે તેથી અહીં કોઇ પૂજારી પણ નથી. અહી આવતા દરેક ભક્ત બાઇક અથવા કાર દ્વારા અહીં પહોંચે છે. આ મંદિરના ભગવાનને પ્રસન્ન કરવા માટે અહી શિવલિંગ પર દારૂ ચડાવવામાં આવે છે.
આ શિવ ભગવાનનું પૌરાણિક મંદિર છે. અહીં શિવલિંગ પર ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે દારૂ ચડાવે છે. જોકે ભક્તોનું માનવું છે કે જો શિવલિંગ પર ચડાવાતા દારૂને વાંદરાઓ પી લે તો પ્રસાદ ચડાવનારાની માનતા જરૂર પૂરી થઇ જાય છે. આ મંદિરમાં ભક્તો દારૂની સાથે લાઈનો ભોગ ચડાવે છે. આ ભોગના દારૂની સાથે લાઈનો ભોગ અહીના વાંદરાઓ મજાથી પીવે છે અને ખાય છે.
અહી આવનારા ભક્તો માટી અથવા પ્લાસ્ટિકના ગ્લાસમાં વાંદરાઓ માટે દારૂ ભરીને રાખે છે. મંદિરની છત પર આ મંદિરનું નિર્માણ કરાવનારનું નામ લખેલું છે. આ મંદિર જિલ્લા હરદોઇના ગ્રામ અટવા કુરસઠ નિવાસી રાજેશ કુમાર સિંહે 1992માં બનાવડાવ્યું હતું.
આ મંદિર અટવા ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ રામગુલામ સિંઘ, સૂર્યવંશીની જન્મભૂમિ પર બાંધવામાં આવ્યું છે. સાથે જ આ મંદિર બનાવવાવાળા કારીગર પરાગીલાલ ઝબરાનું નામ પણ લખ્યું છે.