કોરોના વાયરસના કારણે કેટલાય જીવ ગયા છે અને કોરોનાનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે.હાલમાં કોરોના વાયરસને લઈને અનેક અટકળો સામે આવી રહી છે. આ સમયે હાલમાં જ એક નવી વાત સામે આવી છે. યુનિવર્સિટી ઓફ હોંગકોંગ દ્વારા કરવામાં આવેલી એક શોધ અનુસાર કોરોના વાયરસ માણસોની આંખ અને ઉપલા શ્વાસ દ્વારા સાર્સ અને બર્ડ ફ્લૂથી પણ વધુ ઝડપથી લોકોને ચેપ લગાવી રહ્યો છે.
એક રિપોર્ટ અનુસાર મળતી માહિતિથી જાણવા મળી રહ્યું છે કે માણસની શ્વસન પ્રણાલી અને આંખોની કોશિકાઓની તપાસ થઈ છે. જાણવા મળ્યું છે કે કોરોના માણસની આંખ અને ઉપરના શ્વાસ દ્વારા સાર્સ અને બર્ડ ફ્લૂથી પણ 100 ગણી વધુ ઝડપથી શરીરમાં પહોંચે છે અને લોકોને સંક્રમિત કરી શકે છે.
આ શોધના સામે આવ્યા બાદ કોરોનાથી બચવા માટે લોકોને આંખોને વારેઘડીએ ન અડવાની સલાહ આપવામાં આવે છે. સાથે હાથને થોડી થોડી વારે સાબુથી ધોવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય પણ કોરોના સ્ટીલ, પ્લાસ્ટિક અને જમીન પર 7 દિવસ સુધી જીવિત રહી શકે છે.
કોરોના વાયરના કારણે હાલ સુધીમાં દુનિયામાં પોઝિટિવ કેસની સંખ્યા 40 લાખને પાર પહોંચી છે તો 2 લાખ 76 હજાર 210 લોકોના મૃત્યુ થયા છે. ભારતની વાત કરવામાં આવે તો અહીં કોરોના વાયરસના દર્દીનો આંક 59695 પહોંચ્યો છે અને હાલ સુધીમાં 1,985 લોકોના મૃત્યુ થયા છે.