સાપનું નામ સાંભળતાની સાથે જ લોકોના રૂંવાટા ઉભા થઈ જાય છે. તે સરળતાથી કોઈને પણ પોતાનો શિકાર બનાવી લે છે. મોટા સાંપ કોઈ પણ જાનવરને ગળી જવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ આ સાપે એવું કંઈક ગળી લીધું કે વાત તેના જીવ પર આવી ગઈ.
સાપનો આ વીડિયો ઓસ્ટ્રેલિયાનો છે. જ્યાં અમુક લોકોને એક સાંપ સમુદ્ર કિનારે મળ્યો હતો. તે જોવામાં ખૂબ ભારે દેખાઈ રહ્યો હતો. લોકોએ કહ્યું કે તે સાંપ નતો ચાલી શકતો હતો કે ન હલી શક્તો હતો. જ્યારે લોકોએ તેને જોયો તો તે સમજી ગયા કે જરૂર સાંપે કોઈ ભારે વસ્તુ ગળી લીધી છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સાપ પશુ-પક્ષીને નહીં પરંતુ એક મોટા ટુવાલને ગળી ગયો છે. ત્યાર બાદ ડોક્ટરોએ ખૂબ મહેનત કરી તે ટુવાલને તેના પેટથી બહાર કાઠ્યો હતો. સાંપના મોઢામાંથી ટુવાલ બહાર કાઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ત્યાર બાદ લોકો સાપને એનિમલ હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરોએ જ્યારે તેની તપાસ કરી તો તે પણ ચોંકી ઉઠ્યા. ડોક્ટરોએ જ્યારે સંપૂર્ણ રીતે તેની તપાસ કરી તો ખબર પડી કે સાપે ટુવાલ ગળી લીધો છે. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેના પેટમાં ફસાયેલ ટુવાલને એક ઉપકરણ દ્વારા બહાર કાઢ્યો હતો. જાણકારી અનુસાર ટુવાલ કાઢ્યા બાદ હવે સાપ સંપૂર્ણ રીતે સુરક્ષીત છે. સાંપની ઉંમર 18 વર્ષ જણાવવામાં આવી રહી છે. ત્યારબાદ તેને ફરીથી સમુદ્ર કિનારે છોડી મુકવામાં આવ્યો હતો.