આપણા દેશમાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે. અને આજે આપણે સૌવ 74મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છે.ત્યારે આપણે સૌવ 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિવસ મનાવીએ છે.ત્યારે દેશના અમુક વિસ્તારમાં જ્યારે દેશના આ વિસ્તારમાં 16 ઓગસ્ટના રોજ સ્વાધિનતા દિવસ મનાવવામાં આવે છે.
તમને જાણીને આશ્ર્ચર્ય થશે પરંતુ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાથી 30 કિમીના અંતરે આવેલ ઠિયોગમાં 16 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. હિંદુસ્તાનમાં શિમલાના ઠિયોગની સત્તા સૌથી પહેલા રાજાઓના હાથમાં આઝાદ થઈ હતી.
આઝાદ ભારતમાં જનતા દ્વારા પસંદગી પામેલી પહેલી સરકાર 16 ઓગસ્ટ 1947માં બની હતી.માનવામાં આવી રહ્યું છે કે પ્રજામંડળના સૂરત રામ પ્રકાશે ઠિયોગમાં 8 મંત્રિઓ સાથે પ્રધાનમંત્રી તરીકે સત્તા સંભાળી હતી. ત્યારથી અહીં સ્વતંત્રતા દિવસે મંત્રી પદના શપથ લીધા હતા.
મળતી માહિતી મુજબ જાણકારી મુજબ હકિકતમાં 15મી ઓગસ્ટના 1947ના રોજ ઠિયોગ રજવાડાના રાજા કર્મચંદના બાસા મહેલની બહાર લોકો ભેગા થયા હતા. લોકોના વિરોધને જોતા તેમને રાજગાદી છોડવી પડી હતી.
રાજા કર્મચંદ બાદ લોકતંત્ર આવ્યુ અને સૂરત રામ પ્રકાશે સત્તા સંભાળી. સાથે ગૃહમંત્રી બુદ્દિરામ વર્મા, શિક્ષા મંત્રી સીતારામ વર્મા અને અન્ય 8 લોકોએ મંત્રી પદના શપથ લીધા હતા. હાલના સમયે પણ ઠિયોગમાં રૈહલ દિવસ પર જૂના મંત્રીમંડળની સાથે આમંત્રણ પત્ર આપવામાં આવે છે અને પ્રશાસન સત્તાવાર સરકારી રીતે અહીં 16 ઓગસ્ટના રોજ કાર્યક્રમનું આયોજન કરે છે.
મળતી માહિતી મુજબ 15 ઓગસ્ટ અને 16 ઓગસ્ટના રોજ ઠિયોગથી પ્રજામંડળનનું આંદોલન શરુ થયું હતુ. આ બાદ દેશમાં લોકતંત્રની સ્થાપના થઈ હતી. સૂરત રામને ઠિયોગ રજવાળાના પ્રધાનમંત્રી બનાવાયા હતા.
આ બાદ મંડીના સુંદરનંગરમાં ત્યાંના રાજાની વિરુદ્ધ મુવમેન્ટ શરુ કર્યુ હતુ. ઠિયોગમાં 16 ઓગસ્ટના રોજ ઉત્સવ મનાવવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાને લીધે કાર્યક્રમ યોજાશે નહીં.