જો તમારું બેંક એકાઉન્ટ દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક(SBI) માં છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે 1લી જુલાઇથી બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલાયા છે. એવું એટલા માટે છે કારણ કે લોકડાઉન દરમિયાન એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલવામાં આવ્યા હતા. જેની મુદત 30 જૂન 2020ના રોજ સમાપ્ત થઈ ચૂકી છે.
ત્યારે હવે એસબીઆઈ એ એટીએમથી રોકડ ઉપાડવાના નિયમોમાં ફરીથી ફેરફાર કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ એસબીઆઈ ખાતા ધારક જેમનું માસિક 25,000 રૂપિયા સરેરાશ બેલેન્સ છે. તેઓ બેંક બ્રાન્ચમાંથી 8 વખત કોઈ પણ ચાર્જ વગર રોકડા ઉપાડી શકશે. જેમાં 5 વખત એસબીઆઈ એટીએમમાંથી અને 3 વખત અન્ય બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે. જ્યારે 25,000થી 50,000 સરેરાશ બેલેન્સવાળા એકાઉન્ટ હોલ્ડર 10 વખત કોઈ પણ ચાર્જ વગર એટીએમમાંથી રોકડા કાઢી શકશે.
આ સિવાય રિપોર્ટ પ્રમાણે 50,000થી 1,00,000 સુધીનું સરેરાશ બેલેન્સવાળા ખાતા ધારકો બેંક બ્રાન્ચથી 8 વખત મફત કેશ કાઢી શકશે. જ્યારે એક લાખથી વધુ સરેરાશ બેલેન્સવાળા ખાતા ધારકોને બેંક બ્રાન્ચથી કેશ નીકાળવા માટે કોઈ લિમિટ નથી. બેંક બ્રાન્ચથી તે કેટલી વખત પણ કેશ કાઢી શકશે. માહિતીમુજબ ફ્રી લિમિટ બાદ એટીએમથી રોકડ કાઢવા પર SBI 5થી 8 રૂપિયા અને જીએસટી ચાર્જ વસૂલે છે.