દેશ અને દુનિયામાં અત્યારે કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે હવે અમેરિકામાં એક નવી બીમારીએ દસ્તાક આપી છે, એ છે કોરોના વાયરસ પછી હવે અમેરિકાના ઘણા રાજ્યોમાં એક નવી બીમારી ફેલાઈ રહી છે. આ રોગના ફેલાવાનું કારણ લાલ અને પીળી ડુંગળી બની રહી છે. આ રોગ અત્યાર સુધીમાં અમેરિકાના 34 રાજ્યોમાં 400 થી વધુ લોકોને અસર થઈ ચૂકી છે.
યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ લોકોને ડુંગળી ખાવાને લઈને સતર્ક રહેવાની ચેતવણી આપી છે. અમેરિકાના ઘણા રાજ્યોમાં લાલ અને પીળી ડુંગળીને કારણે સેલ્મોનેલ્લા બેક્ટેરિયાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. 34 રાજ્યોમાં 400 થી વધુ લોકોને ચેપ લાગ્યો છે.
અમેરિકાની સૌથી મોટી આરોગ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ એક ચેતવણી જારી કરી છે.સીડીસીએ લોકોને સલાહ આપી છે કે થોમ્સન ઇન્ટરનેશનલ નામની કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી ડુંગળી ન ખાવાની ભલામણ કરી છે. ચેતવણી આપે છે કે જો આ કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી ડુંગળીમાંથી ખોરાક તૈયાર કરવામાં આવ્યો હોય અથવા ડુંગળીનો સંગ્રહ કર્યો હોય તો તેને યોગ્ય જગ્યાએ ફેંકી દે.
કેનેડામાં પણ સેલ્મોનેલ્લા બેક્ટેરિયલ ચેપના કિસ્સાઓ નોંધાયા છે. આ બેક્ટેરિયાને કારણે અત્યાર સુધીમાં 60 લોકો કેનેડામાં હોસ્પિટલમાં દાખલ થયા છે.સીડીસીએ લોકોને સલાહ આપી છે કે થોમ્સન ઇન્ટરનેશનલ નામની કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી ડુંગળી ન ખાવાની ભલામણ કરી છે.
અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન જણાવે છે કે સાલ્મોનેલા જે અમેરિકાના 34 રાજ્યોમાં જોવા મળ્યો છે તેનો સીધો સંબંધ લાલ ડુંગળી સાથે છે. જો કે, સીડીસીએ જણાવ્યું છે કે પ્રારંભિક કેસ 19 જૂનથી 11 જુલાઇની વચ્ચે પ્રકાશમાં આવ્યા હતા.
થોમ્સન ઇન્ટરનેશનલને લાલ, સફેદ, પીળી અને મીઠી ડુંગળી પરત મંગાવી લીધી છે. આ કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી ડુંગળીને ખાવાની કે રાખવાની જરૂર નથી. જ્યારે તમે આ બેક્ટેરિયમના કારણે બીમાર છો, ત્યારે તમને ઝાડા, તાવ અને પેટમાં દુખાવો જેવા લક્ષણો મળે છે. લક્ષણો 6 કલાકથી 6 દિવસમાં કોઈપણ સમયે દેખાઈ શકે છે.
સેલ્મોનેલ્લા બેક્ટેરિયા દ્વારા થતા સંક્રમણના મોટાભાગના કિસ્સાઓ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોમાં વધુ જોવા મળે છે. વધુ તીવ્ર સંક્રમણ થાય તો તેની અસર આંતરડા પર જોવા મળે છે.
અમેરિકા અને કેનેડિયન સપ્લાયર થોમ્સન ઇન્ટરનેશનલએ કહ્યું છે કે તેમને ખબર પડી કે આ ડુંગળીથી રોગ ફેલાઈ રહ્યો છે તેથી તેમણે જ્યાં પણ ડુંગળી મોકલી છે. ત્યાંથી પરત મગાવી લીધી છે.