કોરોનાને કારણે આજે દુનિયા માસ્કને પોતાની આદત બનાવી રહ્યું છે. ત્યારે તેના ફાયદાની સાથે સાથે નુકસાનની જાણકારી રાખવી પણ અનિવાર્ય બની જાય છે. કોરોના પહેલા માત્ર ગંભીર બિમારીવાળા લોકો જ પોતાની સુરક્ષા માટે માસ્ક પહેરતા હતા પરંતુ આજે દરેક વ્યક્તિનું માસ્ક પહેરવું ફરજીયાત થઇ ગયું છે.
તો આવો જાણીએ માસ્ક સંબંધિત કેટલીક વાતો જેનાથી આપણે આજ સુધી અજાણ છીએ.જોગીંગ કે વર્કઆઉટ વખતે એન95 માસ્ક પહેરવું ઘાતક બની શકે છે. એમ્સ કાર્ડિયોલોજીસ્ટ વિભાગના ડો. રોય કહે છે કે, સામાન્ય લોકોએ સર્જીકલ કપડામાંથી બનેલુ માસ્ક જ પહેરવું જોઇએ. N95 માસ્કમાં ફિલ્ટર હોવાને લીધે તેમાં હવાનું દબાણ ઓછુ થઇ જતું હોય છે.
ડોક્ટર્સ તેમજ હોસ્પિટલ સ્ટાફને જ આ માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. ટુ વ્હીલર ધારકોએ માસ્ક પહેરીને હેલ્મેટ તેમજ ગ્લવ્ઝ પહેરવા જોઇએ. ગ્લવ્ઝ કાઢ્યા બાદ હાથને સેનેટાઇઝ કરવાં જોઇએ. કાર ચાલકોએ કારનો દરવાજો ખોલતા પહેલા હેન્ડલને સેનેટાઇઝ કરવું જોઇએ બાદમાં જ કારમાં પ્રવેશ કરવો.
કેબનો ઉપયોગ કરતા પહેલા ડ્રાઇવરને પૂછવું અત્યંત આવશ્યક છે કે તેને તાવ કે શરદી તો નથી ને. જો તમે કોઇના ઘરે જઇ રહ્યાં છો અને ત્યાં કોઇ વૃદ્ધ છે તો માસ્ક પહેરીને જ તેમના ઘરે જાઓ. ઘણીવાર લોકો છીંક આવવા પર માસ્કને નીચે કરી લેતા હોય છે, એવું ના કરવું જોઇએ. છીંક આવે તો પણ માસ્કને નીચે ન કરવું જોઇએ.
ક્યારેક નાના બાળકોને જોઇને તેમને ચૂમવાની ઇચ્છા થાય છે પરંતુ આવું ના કરવું જોઇએ કારણકે થૂંક દ્વારા પણ આ વાઇરસ ફેલાવાની શક્યતાઓ વધી જાય છે. ઘરે પહોંચીને જૂતા બહાર કાઢી હાથ સેનેટાઇઝ કરીને ઘરમાં જવું અને તરત જ નાહી લેવું જોઇએ. ઘણી વખત પૂરતી કાળજી લેવામાં ન આવે તો આ ભયંકર રોગ તમારા પર હાવી થઇ જાય છે.