રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે 7માં SBI બેંકિંગ અને ઈકોનોમિક્સ કોન્ક્લેવમાં સ્ટેટ બેક ઓફ ઈન્ડિયાના ચેરમેન રજનીશ કુમારની સાથેની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હતી. જેમાં તેમણે કોરોના મુદ્દે કહ્યું કે આ 100 વર્ષનું સૌથી મોટુ આર્થિક અને સ્વાસ્થ્ય સંકટ છે.
આ કોન્ક્લેવ એવા સમયે થઈ રહ્યો છે . જ્યારે દેશનાં કોરોના વાયરસ ફેલાયેલો છે અને જેના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ બનેલી છે. જેની અસર અર્થવ્યવસ્થા પર પડી છે. આર્થિક મામલાઓના જાણકારો પહેલા જ આર્થિક મંદી આવવાના અણસાર આપી ચૂક્યા હતા.
કોન્ક્લેવમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે કોરોના વાયરલ છેલ્લા 100 વર્ષમાંનો સૌથી ખરાબ સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ છે જેમાં ઉત્પાદન અને નોકરીઓ પર નેગેટિવ અસર પાડ્યો છે. જેણે દુનિયાભરની વ્યવસ્થા, શ્રમ, અને કેપિટલની મૂવમેન્ટને ઓછી કરી છે. તેમણે કહ્યું કે હાલના સમયમાં આર્થિક વૃદ્ધિ કરવી સરકારની પ્રથમિકતા છે.
તેમણે કહ્યું કે ભારતીય રિઝર્વ બેંકે આપણી આર્થિક વ્યવસ્થાને સુરક્ષિત રાખવા, હાલના સંકટમાં અર્થવ્યવસ્થાને સહયોગ આપવા અનેક પગલા ભર્યા છે. મધ્યાવધિ માટે આરબીઆઈના નીતિગત પગલામાં એ વાતનું સાવધાનીપૂર્વકનું આકલન કરવું પડશે કે સંકટ ક્યું રુપ લે છે. તેમણે એમ પણ કહ્યું કે સંકટ સમયમાં ભારતીય કંપનીઓ અને ઉદ્યોગોએ સારુ કામ કર્યુ છે.