એક તરફ દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને ત્યારે તેની સાથે જ ભારત-ચીન વિવાદ પછી ચીન સાથે હાલ સરહદે ભારે તણાવની સ્થિતિ છે અને આવા સમયે ભારતીય વાયુસેના વધુ શક્તિશાળી બનવા જઈ રહી છે.
ત્યારે બધાની વચ્ચે જેની સૌથી વધારે રાહ જોવાઇ રહી હતી,તે રાફેલ બસ હવે ગણતરીના કલાકોમાં ભારતની જમીન પર ઉતરશે. ફ્રાન્સ સાથે થયેલી ડીલ મુજબ ફાઈટર વિમાનોની પહેલી પ બુધવારે સવારે ભારત પહોંચશે.
મળતી માહિતી મુજબ ફ્રાન્સ સાથે થયેલી ડીલ મુજબ ફાઈટર વિમાનોની પહેલી પ બુધવારે સવારે ભારત પહોંચશે. સોમવારે તમામ પાંચ વિમાન ફ્રાન્સથી રવાના થયા અને સાત કલાકની મુસાફરી બાદ UAE પહોંચ્યા. હવે ત્યાંથી તેઓ ભારતની ઉડાણ ભરશે.
આપને જણાવી દઇએ કે ભારતને અધિકૃત રીતે આ તમામ રાફેલ વિમાન ગત વર્ષે મળી ગયા હતાં. જે સમયે રક્ષામંત્રી રાજનાથ સિંહ ફ્રાન્સ પહોંચીને પૂજા અર્ચના કરીને વિધિવત રીતે તેમનો સ્વીકાર કર્યો હતો.
ત્યારથી લઈને અત્યાર સુધી ભારતીય વાયુસેનાના જાબાંઝ વીરો તેની ટ્રેનિંગ લઈ રહ્યાં હતાં. હવે વાસુસેનાને આ વિમાનો મળ્યા છે. ભારતીય વાયુસેનાના જણાવ્યાં મુજબ આ તમામ વિમાન અંબાલા એરબેસ પર રાખવામાં આવશે. આ માટે બધવારે રાફેલ ફાઈટર જેટ ત્યાં પહોંચશે.