કોરોના મહામારી વચ્ચે પીએમ મોદી કાલે 15 ઓગસ્ટના રોજ દેશને એક મોટી ભેટ આપી શકે છે. મળતી માહિતી મુજબ પીએમ મોદી લાલ કિલ્લા પરથી નેશનલ ડિજિટલ હેલ્થ મિશન શરુ કરવાની જાહેરાત કરી શકે છે.
મળતી માહિતી મુજબ આયુષ્માન ભારત જેવી આ યોજના અંતરિયાળ વિસ્તારોમાં રહેનારા લોકો માટે લાભદાયક નિવડશે. કોરોનાને કારણે પીએમના ભાષણોમાં હેલ્થ પર વધારે ભાર મુકાઈ રહ્યો છે. પીએમ વધુ એક યુનિક આઈડેન્ટિટી નંબરની જાહેરાત કરી શકે છે.
ત્યારે તેની અંદર મુખ્તવે આ 4 બાબતો પર ફોકસ કરવામાં આવશે. સ્વાસ્થ્ય આઈડી કાર્ડ, પર્સનલ હેલ્થ રિકોર્ડ, ડિજી ડૉક્ટર અને હેલ્થ ફેસિલિટીનો રિકોર્ડ. પછીથી આ મિશનમાં ટેલી મેડિસિન અને ઈ ફાર્મેસીની સેવાઓને જોડવામાં આવશે. આ માટે ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી રહી છે.
ત્યારે આમાં હેલ્થ આઈડી કાર્ડ ધારકોની પ્રાઈવેસીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. આ સ્વૈચ્છિક પ્લેટફોર્મ છે. આની સાથે જોડાવું ફરજિયાત નથી. એટલે કે કોઈ પણ વ્યક્તિ સાથે સ્વાસ્થ્ય સંબંધિત માહિતી તેની મરજીથી શેર કરવામાં આવશે.
આ સાથે ડૉક્ટર તથા હોસ્પિટલની મરજીથી જ તેમની જાણકારી શેર કરવામાં આવશે.આ હેલ્થ કાર્ડના બન્યા બાદ કોઈ ડૉક્ટરની પાસે સારવાર માટે જાય છે તો ડૉક્ટર તેની સહમતિથી તેની મેડિકલ હિસ્ટ્રી જોઈ શકે છે.
જેથી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિનો ડેટા તેની સહમતિ વગર કોઈ બીજી વ્યક્તિ જોઈ ન શકે. એ માટે મોબાઈલમાં વન ટાઈમ પાસવર્ડ જેવી સુવિધા આપવામાં આવી છે. માની લો કે તમે કોઈ હેલ્થ ટેસ્ટ કરાવી રાખ્યો છે તેની ડિટેલ એક જગ્યાએ ઓનલાઈન અવેલેબલ હશે જેને તમે ડૉક્ટરને બતાવી શકશો.
પ્રધાનમંત્રી મોદી 15 ઓગસ્ટે રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની જાહેરાત કરવા જઈ રહ્યા છે. આ યોજના હેઠળ દરેક નાગરિકોના સ્વાસ્થ્યનો ડેટા એક પ્લેટફોર્મ પર હશે. આ ઉપરાંત હેલ્થ આઈડી કાર્ડ તૈયાર કરવામાં આવશે.