કોરોના વાયરસના કહેર વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 74માં સ્વતંત્રતા દિવસ પર નિમિત્તે સંબોધન કરતા ઘણા બધા મહત્વના વિષય વાત કરી જેમા પીએમ મોદીએ એશિયાઈ સિંહોની સુરક્ષા અને સંવર્ધન પર પણ ભાર મુક્યો હતો.
વડાપ્રધાન કહ્યુ કે, સફળતા પૂર્વક પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલીફન્ટ બાદ હવે પ્રોજેક્ટ લાયનની શરૂઆત થશે. જેમાં એશિયાટિક સિંહોની રક્ષા, સુરક્ષા પર ભાર મુકાશે.
તેની સાથે જ મોદીએ પોતાના સંબોધનમાં કોરોના કાળમાં કોરોના વોરિયર્સ બજાવેલી ફરજથી માંડીને કૃષિક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા સુધીની વાત કરી હતી. વડાપ્રધાને વિસ્તારવાદથી માંડીને વિશ્વકલ્યાણ ભાવના માટે ભારતની મહત્વની ભૂમિકા હોવાનું કહ્યુ હતુ. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ભારત જે નક્કી કરે છે તેને પૂર્ણ કરે છે.
ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તારવાદને લઈને લાલ કિલ્લા પરથી ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ કહ્યુ કે ભારતમાં સ્વતંત્રતાનું આંદોલન ચાલતુ હતુ. તે સમયે પણ વિસ્તારવાદના પ્રયત્નો થયા હતા. અને વિસ્તારવાદને લઈને જ બબ્બે વિશ્વ યુદ્ધ થયા. અને તેમાં માનવ અને માનવતાની ખુવારી થઈ હતી. જોકે તે સમયે પણ ભારત સ્વતંત્રતાની લડત લડતુ હતુ.
લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમા આત્મનિર્ભર ભારત પર ભાર મુક્યો હતો. તેઓએ કહ્યુ કે કોરોના મહામારી વચ્ચે 130 કરોડ દેશવાસીઓને આત્મ નિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. અને આત્મ નિર્ભર શબ્દ દેશવાસીઓના મન-મસ્તિક્સમાં છવાયેલો છે.
ત્યારે પીએ મોદીએ કહ્યું કે આજે આત્મનિર્ભર માત્ર શબ્દ નથી પરંતુ 130 કરોડ દેશાવસીઓનો મંત્ર બની ગયો છે. આજે દુનિયા ઈન્ટર કનેક્ટ છે. તેથી સમયની માંગ છે કે, વિશ્વની અર્થ વ્યવસ્થામાં ભારતનું યોગદાન થવુ જોઈએ અને તેમાટે ભારતે આત્મનિર્ભર બનવુ જ પડશે. તેમણે કહ્યુ કે કૃષિ ક્ષેત્રને બંધનોથી મુક્ત કર્યુ છે. અને કૃષિ ક્ષેત્રને આત્મ નિર્ભર બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
પીએમ મોદી લાલકિલ્લા પર પહોંચતા પૂર્વે રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચરણોમાં શિશ ઝુકાવ્યુ અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ તેઓ લાલકિલ્લા પર પહોંચ્યા. જ્યાં તેમણે સેનાની ત્રણેય પાંખ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતું.