કોરોનાના કહેર વચ્ચે પીએમ મોદીએ આજે મોટી જાહેરાત કરી છે,વડાપ્રધાન મોદી એ આજે દેશમાં ઈમાનદાર ટેક્સપેયર્સ માટે મોટી જાહેરાત કરી છે. પારદર્શક ટેક્સ વ્યવસ્થા-ઈમાન્દારોનું સન્માન નામથી કરવામાં આવેલ આ જાહેરાતમાં તેમણે ફેરનેસ અને ફીયરનેસ વિશે જણાવતા 15 ઓગસ્ટ પર દેશનાં લોકોથી કંઇક માંગ્યું પણ છે.
પીએમ મોદીએ લોકોથી ઈમાનદારીથી કર ભરવાની અપીલ કરી છે.પીએમ મોદીએ કહ્યું કે ગત છસાત મહિનામાં ટેક્સ રિટર્ન ભરનાર લોકોની સંખ્યામાં આશરે અઢી કરોડનો વધારો થયો છે. આ એક મોટી વૃદ્ધિ છે પરંતુ 130 કરોડના દેશમાં માત્ર દોઢ કરોડ લોકો જ ઈન્કમ ટેક્સ ભરે છે.
પીએમ મોદીએ જણાવ્યુ કે ‘આજે હું દેશવાસીઓથી આગ્રહ કરું છું કે જે સક્ષમ છે તેમને આગ્રહ કરું છું કે આ વિષય પર બધાએ ચિંતન કરવાની જરૂર છે. આત્મનિર્ભર ભારત માટે આ ખૂબ જરૂરી છે. આ જવાબદારી ભારતની છે.
જે ટેક્સ આપવામાં સક્ષમ છે પણ તે ટેક્સ નેટમાં નથી આવ્યા તે બધા પોતાની જાતે જ વિવેકથી આગળ આવે. પોતાની આત્માને પૂછે અને તે બધા આગળ આવે. હવે બે દિવસમાં 15મી ઓગસ્ટ છે. આઝાદી માટે જીવ આપનાર લોકોને યાદ કરો તો તમને પણ લાગશે કે મારે પણ કંઇક કરવું જોઈએ.
તેની સાથે જ પીએમ મોદીએ કહ્યું કે આ જવાબદારી ટેક્સ વિભાગની નથી. આ જવાબદારી દરેક ભારતીયની છે. તેમણે કહ્યું કે કે છેલ્લા કેટલાક વર્ષોથી એવા પગલાં લેવામાં આવ્યા છે જેમાં કાયદા ઓછા થાય અને જે કાયદા હોય તે સાફ હોય.
તેનાથી કરદાતા ખુશ થયા છે. વિવાદથી વિશ્વાસ જેવી યોજનાથી પ્રયત્ન કરવામાં આવ્યો છે કે વધુમાં વધુ મામલામાં કોર્ટની બહાર જ સમાધાન આવી જાય. ખૂબ ઓછા સમયમાં 3 લાખથી વધારે મામલામાં સામાધાન લાવવામાં આવ્યું છે.
ભારતમાં પ્રમાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકાર દ્વારા આજરોજ નવું પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટ્રાન્સપરન્ટ ટેક્સેશન-ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે આ પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સ સિસ્ટમની શરૂઆત થઇ છે. જેમાં ફેસલેસ એસેસમેન્ટ-અપીલ અને કરદાતાઓ ચાર્ટર જેવી મોટા રિફોર્મ છે.