પેટ્રોલ-ડીઝલના ભાવ સતત 13માં દિવસે શુક્રવારે વધી ગયા છે. દિલ્હીમાં પેટ્રોલમાં 78.37 રૂપિયા લીટર થઈ ગઈ છે. સતત વધી રહેલા ભાવ પાછળ આખર એવી સરકારની કઈ મજબૂરી છે શું ભાવ વધારા પાછળ લોકડાઉન કારણભૂત છે?
છેલ્લા 13 દિવસમાં ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 7.67 રૂપિયા અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 7.09 નો વધારો થયો છે. આ ઇંધણના ભાવમાં મોટો હિસ્સો સરકાર દ્વારા લાદવામાં આવતી એક્સાઈઝ ડ્યુટી છે.
ભારતીય બોસ્કેટ માટે કાચા ઇંધણનો ભાવ જાન્યૂઆરી 70 બેરલ પ્રતિ ડોલરથી એપ્રિલમાં 17 ડૉલર બેરલે પહોંચી ગયો હતો. સરકારે 6 મે 2020ના પેટ્રોલ પર 10 રૂપિયા લીટર અને ડીઝલ પર 13 રૂપિયા શુલ્ક વધારી દેવામાં આવ્યો છે. એક્સાઇઝ ડ્યુટી સિવાય પેટ્રોલ-ડીઝલ પર રાજ્યોના વેટ અને કસ્ટમ ડ્યુટી અને સીમા શુલ્ક લેવામાં આવે છે.
ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડાથી સરકારને ઘણો ફાયદો થયો છે. ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી 4 મે દરમિયાન ક્રૂડ ઓઇલના ખર્ચમાં 70 ટકાનો ઘટાડો થયો છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં માત્ર 10 ટકાનો ઘટાડો થયો. આ પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવા લાગ્યો. છેલ્લા 13 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મે મહિનામાં, ભારતીય બાસ્કેટ ક્રૂડ ઓઇલની કિંમત એક અઠવાડિયામાં બેરલ દીઠ 40 ડૉલર થઈ ગઈ છે.
લોકડાઉનને કારણે સરકારની તિજોરી ખાલી થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, પેટ્રોલ-ડીઝલ એકમાત્ર સ્રોત હતું, જ્યાંથી તે સારી આવક એકત્રિત કરી શકે છે. જીએસટી અને ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં કોરોના લોકડાઉનને કારણે ભારે ઘટાડો થયો છે. એપ્રિલમાં સેન્ટ્રલ જીએસટી કલેક્શન માત્ર 6,000 કરોડ રૂપિયા છે એક વર્ષ પહેલા આ ગાળામાં સીજીએસટી કલેક્શન 47,000 કરોડ રૂપિયા હતું.
હકીકતમાં, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ નરમ હતા, ત્યારે સરકારે ટેક્સમાં ભારે વધારો કરીને તેમના ભાવમાં વધારો કર્યો હતો. પેટ્રોલિયમ કંપનીઓને આનો ફાયદો થતો નથી હવે જ્યારે એક મહિનામાં ક્રૂડ ઓઇલની કિંમત બમણી થઈ ગઈ છે, ત્યારે પેટ્રોલિયમ કંપનીઓના ભાવમાં પોતાનો નફો જાળવવા સતત વધારો કરવો પડશે. આથી ભાવ આસમાનને આંબવા લાગ્યા છે.