કેરળના તિરુવનંતપુરમ સ્થિત પદ્મનાભસ્વામી મંદિરમાં નાણાની ગડબડીને લઈને વ્યવસ્થાપન અને પ્રશાસન વચ્ચે વર્ષોથી કાયદાકીય વિવાદ ચાલી રહ્યો હતો. જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે પદ્મનાભસ્વામી મંદિરના વ્યવસ્થાપનમાં ત્રાવણકોરના રાજપરિવારના અધિકારને માન્યતા આપી છે. તિરુઅનંતપુરમના જિલ્લા જજની અધ્યક્ષતા વાળી કમિટી હાલમાં મંદિરની વ્યવસ્થા જોશે.
કેરળના પદ્મનાભ મંદિરને લઈને SCએ ચુકાદો આપ્યો છે. પદ્મનાભ મંદિર પર અધિકાર મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. પદ્મનાભ મંદિરનો અધિકાર ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારને સોંપવામાં આવ્યો છે. કેરળ હાઈકોર્ટના ચુકાદાને શાહી પરિવારે સુપ્રીમમાં પડકાર્યો હતો.
કેરળ હાઈકોર્ટના ચુકાદાથી સંતોષ ન હોવાથી શાહી પરિવાર સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો હતો. જેને પગલે મંદિરના મેનેજમેન્ટને ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારને સોંપવામાં આવ્યું છે. પદ્મનાભ મંદિર પાસે લગભગ રૂ.2 લાખ કરોડની સંપત્તિ છે. સુપ્રીમ કોર્ટમાં 8 વર્ષ કરતા પણ વધુ સમયથી સુનવણી ચાલી રહી હતી.
ભગવાન પદ્મનાભ સ્વામીના આ ભવ્ય મંદિરનું પુન નિર્માણ 18મી સદીમાં ત્રાવણકોર રાજકુળે કરાવ્યુ હતુ. આ રાજ પરિવારે 1947 સુધી ભારતીય સંધમાં વિલયથી પહેલા દક્ષિણ કેરળ અને તેની સાથે જોડાયેલા તમિલનાડુના કેટલાક ભાગો પર શાસન કર્યુ હતું. સ્વતંત્ર્યતા પછી મંદિરનું સંચાલન પૂર્વવર્તી રાજ પરિવારના નિયંત્રણ વાળુ ટ્રસ્ટ જ કરી રહ્યુ હતુ.
સુપ્રીમ કોર્ટે મે 2011માં મંદિરના વ્યવસ્થાપન અને સંપતિઓ પર નિયંત્રણ સંબંધિત હાઈકોર્ટને નિર્દેશ પર રોક લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે મંદિરના ખજાનામાં મુલ્યવાન વસ્તુઓ, આભૂષણોનુ વિસ્તૃત વિવરણ તૈયાર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે 8 જુલાઈ 2011ના રોજ કહ્યુ કે મંદિરના ભૂગર્ભ બીના ખોલવાની પ્રક્રિયા પર બીજા આદેશ સુધી પ્રતિબંધ રહેશે.