ભારતની આઝાદી બાદ રાજા-મહારાજાઓની હકૂમત પૂર્ણ થતા પહેલા સવાઈ માન સિંહ અદ્વિતીય જયપુર રાજવી પરિવારના છેલ્લા મહારાજ હતાં. તેમણે ત્રણ લગ્ન કર્યા હતાં. પહેલા લગ્ન મરૂધરૂ કંવર સાથે, બીજા લગ્ન મરૂધરૂ કંવરની ભત્રીજી કિશોર કંવર અને ત્રીજા લગ્ન ગાયત્રી દેવી સાથે કર્યા હતાં. સવાઈ માન સિંહ અદ્વિતિય અને તેની પત્ની મરૂધરૂ કંવર દેવી સાહિબાના પુત્ર ભવાની સિંહને રાજગાદી સોંપાઈ હતી. તેમના લગ્ન રાની પદ્મિની દેવી સાથે થયા હતાં. મહારાજા ભવાની સિંહ અને રાણી પદ્મિની દેવીની ફક્ત એક દીકરી દિયા સિંહ છે. રાજકુમારી દિયા કુમારી અને નરેન્દ્ર સિંહના દિકરા પદ્મનાભ જયપુરના સૌથી યુવા રાજકુમાર છે. જેઓ મોડલ, પોલો પ્લેયર અને ટ્રાવેલર છે. તેઓ સૌથી વધુ રૂપિયા પ્રવાસ પાછળ ખર્ચ કરે છે. પ્રેમથી લોકો તેમને ‘પાચો’ તરીકે સંબોધે છે. હાલમાં એક અંદાજ મુજબ તેઓ ૨૦,૦૦૦ કરોડની સંપતિના વારસદાર છે.
303માં વંશજ:
તેઓ જયપુર રાજઘરાનાના 303માં વંશજ છે. તેઓ 4 વર્ષના હતા ત્યારે તેમના દાદા સવાઇ માન સિંહજી બહાદુરનું અવસાન થયું હતુ અને તેઓ રાજા બન્યા હતા
ન્યૂયોર્ક અને રોમમાં સ્ટડી કર્યું:
પદ્મનાભનું શૈક્ષણીક બેકગ્રાઉન્ડ પણ મજબુત છે. જયપુરની મેયો કોલેજમાંથી અભ્યાસ કર્યો છે જેને ભારતનું ઇટોન કહેવામાં આવે છે. ત્યારબાદ તેઓએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે. સપ્ટેમ્બર 2018 બાદ તેઓ આર્ટસના અભ્યાસ માટે રોમ જતાં રહ્યા હતા.
પોલી કપના સૌથી યુવા વિજેતા:
પદ્મનાભ ભારતીય ઓપન પોલો કપના સૌથી યુવા વિજેતા અને વિશ્વ કપ પોલો ટીમના સૌથી યુવા સભ્ય પણ છે.
ફોર્બ્સની યાદીમાં મળ્યું સ્થાન:
પદ્મનાભ ફોર્બ્સ 30 અંડર 30 એશિયા 2018 લિસ્ટમાં શામેલ થઇ ચુક્યા છે.
મહારાજાએ રેંપ વોક પણ કરી ચૂક્યા છે:
તેમણે જાણીતી ફેશન બ્રાન્ડ Dolce & Gabanna માટે રેંપ વોક પણ કરી ચુક્યા છે.
દેશ-વિદેશમાં ફરવાનો શોખ:
ફતેઓ ચેરીટીના કામોમાં પણ હોંશે હોંશે ભાગ લે છે. પેરીસમાં એક ચેરીટી શોમાં તેઓ એકટર રીસ વિદરસ્પૂનની દિકરી એવા ફિલિપ સાથે જોવા મળ્યા હતા. ફરવાના શોખીન પદ્મનાભના ઇન્સ્ટાગ્રામ પર તેઓએ કરેલા પ્રવાસોના ફોટા શેર કર્યા છે. તેઓ અત્યાર સુધીમાં સાઉથ આફ્રીકા, ઇટલી, સ્પેન, થાઇલેન્ડ, કોલંબીયા, પેરૂ અને પોર્ટુગલ સહીત તમામ દેશોની યાત્રા કરી ચુક્યા છે.
અબજો રૂપિયાની સંપતિ:
2રામ નિવાસ મહેલમાં તેઓનો અંગત આલીશાન એપાર્ટમેન્ટ પણ છે. આ મહેલમાં તેમના દાદા રહેતા હતા. 2011માં તેમના પરિવારની કુલ સંપતિ 621.8 મિલિયન એટલે કે 43,57,88,53,000 રૂપિયા હતી જે હવે વધીને 48,79,68,68,000 રૂપિયા થઇ ગઇ છે.