અત્યારે કોરોના વાયરસના કારણે લોકડાઉન જેવી સ્થિતીનું નિર્માણ થયું છે.ત્યારે આવા સમયે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે, જેના કારણે ઘરમાં રહીને જ કામ કરવુ પડે તેવી સ્થિતી આવી ગઈ છે.
કોરોના વાયરસના કારણે લોકોનું ઘરમાંથી બહાર નિકળવુ મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે આવા સમયે લોકો બહારથી સામાન અને ખાવાનું મંગાવે છે, તે સ્વાભાવિક છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું ઓનલાઈન ખાવાનું મંગાવુ કેટલુ સુરક્ષિત રહે છે.
ઈંફેક્શન વાળી બિમારીઓના એક્પર્ટ ડોક્ટર્સનું કહેવું છએ કે, કોરોના વાયરસના કિટાણુ સંપર્કમાં આવવાના કારણે ફેલાય છે. જો ખાંસી અને છીંક દરમિયાન મોમાંથી નિકળતા કિટાણુમાં પણ આ વાયરસનું સંક્રમણ થઈ શકે છે. ઓનલાઈન ખાવાનું મંગાવતી વખતે પણ આવુ બની શકે છે, કેમ કે ખાવાનુ લઈ ડિલીવરી બોય અનેક વિસ્તારોમાં જતા હોય છે, અને ત્યાર બાદ એ તમારી પાસે ખાવાનું આપવા આવે છે.
ત્યારે સંભવ છે કે, કોરોના વાયરસની ઝપટમાં આવેલા લોકોના ઘરે પણ ડિલીવરી બોય ખાવાનું આપીને આવ્યા હોય. ત્યારે આવા સમયે ઓનલાઈન ખાવાનુ મંગાવુ અતિ જોખમી સાબિત થાય છે. ત્યારે આવા મયે એ વાતનું ખાસ ધ્યાન રાખી બહારથી ખાવાનું બંધ કરી ઘરનું ખાવાનો આગ્રહ રાખવો.
ફૂડ ડિલીવરી કંપનીઓ અને તેની પાર્ટનર રેસ્ટોરેંટના રસોડાની સફાઈ પણ કેવુ ધ્યાન રાખે છે, તે અતિ મહત્વનું સાબિત થાય છે. આવા સમયે સારી વાત એ રહેશે કે, ઓનલાઈન એપ પર હાઈઝિન રેટીંગના હિસાબે રેસ્ટોરંટની પસંદગી કરો.
જેથી ગ્રાહકોને બેસ્ટ ખાવાનું પણ મળી શકે. જો કે, આ કંપનીઓએ જાહેરાત કરી છે કે, ફૂડ ડિલીવરી બોય તમારો ઓર્ડર લઈને આવે ત્યારે તમારા હાથમાં આપવાને બદલે દરવાજા પર તમારો સામાન રાખીને જાય, જો કે, આ સુવિધા ફક્ત ઓનલાઈડ પેમેન્ટ મોડ ઓર્ડ્સમાં મળી શકે છે.