કોંગ્રેસના માથે રાજ્યસભામાં એક સીટની હારની સાથે કોરોનાનો કહેર પણ પીછો છોડતો નથી. અગાઉ કોંગ્રેસના ઘણાં નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પણ કોરોના પોઝિટિવ આવતા પક્ષમાં ખળભળાટ મચી ગયો છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે વડોદરાની બેન્કર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સૌથી મોટી વાત એ છે કે ભરતસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પક્ષમાં ખળભળાટ મચ્યો છે.
કારણ કે રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સહિત તેમની સાથે સતત સંપર્કમાં રહ્યાં હતાં. આવામાં હાલ કોંગ્રેસ મોવડીમંડળ સહિત બીજા નેતાઓ ચિંતામાં પડ્યાં છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસના બીજા ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતાં જેમાં તેમની હાર થઈ હતી. આવામાં મતદાન સમયે તેમ જ તેના પહેલાં રિસોર્ટમાં પણ ધારાસભ્યો સાથે ભરતસિંહ સંપર્કમાં હતાં ત્યારે સ્થિતિ હાલ ગંભીર બની છે.
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં રાજ્યના રાજકારણમાં ભુંકપ આવ્યો છે. ભરતસિંહ સોલંકી કોંગ્રેસ તરફથી રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર હતા. ચૂંટણી સમયે ભરતસિંહ કોંગ્રેસ સહિત અન્ય બીજા નેતાઓના સંપર્કમાં પણ આવ્યાં હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજ્યસભાની ચૂંટણી સમયે ચૂંટણી પંચના અધિકારીઓ હાજર હતા જ્યારે રાજ્ય સરકારના ગૃહમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ પણ હાજર હતાં.