એક સમય હતો જ્યારે ઉંદરોનું વજન 907 કિલોગ્રામ જેટલું હતું. એટલે કે મોટા આખલાના વજન બરાબર છે. પરંતુ નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે આવું માત્ર એક અવશેષ જ જોવા મળ્યું છે. પરંતુ પ્રાચીન સમયમાં ઉંદરનું કદ સામાન્ય રીતે ખચ્ચર જેટલું જ હતું. તેમનું વજન લગભગ 453 કિલોગ્રામ હતું. આજે સૌથી મોટો ઉંદર કેપીબારા છે. તેનું વજન 80 કિલોગ્રામ સુધી હોઈ શકે છે. તે ઉંદરો અને દરિયાઈ ઘોડાઓનું મિશ્રણ લાગે છે.
પુરાતત્વવિદોએ આવે પહેલા બાઇસનના વજન અને કદ જેટલા ઉંદરના અવશેષો શોધી કાઢ્યા હતા. તેનું વજન લગભગ 907 કિલોગ્રામ હતું. તેનું નામ જોસેફોઆર્ટીગાસિયા મોનેસી રાખવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરના અભ્યાસમાં જોવા મળ્યું છે કે આટલા મોટા ઉંદરો નથી. આ એક દુર્લભ મામલો હતો. પ્રાચીન સમયમાં પણ ઉંદરો સામાન્ય રીતે ખચ્ચર સમાન હતા. 453 કિલો ફોબેરોમીસ પેટરસોની આનું બેસ્ટ ઉદાહરણ છે. કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીના પેલોનોલોજિસ્ટ રસેલ એંગલમેને જણાવ્યું હતું કે લોકોએ પહેલા એવું કહ્યું હતું કે બાઇસન આકારનો ઉંદર છે પરંતુ તેને માપવાનો કોઈ રસ્તો નથી. જો કે સતત તપાસ ચાલી રહી છે. ચોક્કસ કદ અને વજન જાણવું મુશ્કેલ છે. તેથી રસેલ એક નવી રીત શોધી કાઢી. એક ઓપન સાયન્સ જર્નલમાં પ્રકાશિત અહેવાલના આધારે આ સમાચાર પ્રકાશિત કર્યા હતા.
પોતાની નવી રીતે માપણી કર્યા બાદ રસેલ એંગલમેને ફોબેરોમીસ, જોસેફોઆર્ટીગેસીયા અને અન્ય પ્રાચીન ઉંદરોના કદની ગણતરી કરી, અને એવું જાણવા મળ્યું કે તેમનું કદ અસલમાં ઓછું હતું. વજન પણ ખૂબ ઓછું હતું. પરંતુ આ ઉંદરોની હાલની પ્રજાતિઓ કરતા ઘણી મોટી હતી. આ ઉંદરો હાલના સસ્તન પ્રાણીઓ કરતા મોટા હતા. 20થી 80 લાખ વર્ષ પહેલા આ ઉંદરો દક્ષિણ અમેરિકાના વેટલેન્ડમાં ફરતા હતા.
પ્રાચીન મોટા ઉંદરોના આકારનું અનુમાન લગાવવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તેમના અવશેષો ઝડપથી મળતા નથી. માત્ર એક ખોપડી અત્યાર સુધી મળી આવી છે. સાથે જ ફોઈબેરોમીસના પગના હાડકા મળી આવ્યા છે. જો અવશેષો સાચા ન જણાય તો પુરાતત્ત્વવિદો આધુનિક સમાન સજીવોની આંતરિક શરીરરચનાના આધારે આ સજીવોનો અભ્યાસ કરે છે. પરંતુ હાલના ઉંદરોમાં ન તો જોસેફોઆર્ટિગેસિયાની ખોપડી કે ન તો ફોઈબેરોમીસના જાડા હાડકાં મળી આવ્યા હતા. જ્યારે પ્રાચીન ઉંદરોના આકારમાં ઢાળવામાં આવ્યા ત્યારે કેપીબારાના શરીર અને આંતરિક અવયવોમાં સમાનતા પણ જોવા મળી ન હતી. રસેલ એંગલમેનના અભ્યાસમાં બહાર આવ્યું છે કે અગાઉ જે અભ્યાસ કરવામાં આવ્યા હતા તેના કદ કરતા અડધા કદના ઉંદર હતા. આજના ઉંદરોનું મગજ નાનું છે, તે સમયના મોટા ઉંદરોનું મગજ કદાચ નાનું ન પણ હોય. જો કોઈ ઉંદરનું વજન ખરેખર 453 કિલોગ્રામ હતું, તો તે ખૂબ જ મોટું માનવામાં આવશે.