ફુટ બાઈન્ડિંગ ચીનનું સૌથી જુનું ટ્રેડીશન હતું જેના વિશે કદાચ જ આજના લોકો જાણે છે.. ફુટ બાઈન્ડિંગ એ બોડી મોડિફિકેશનનો જ એક ભાગ છે.. ચીનમાં યંગ છોકરીઓના પગના આકાર અને સાઈઝને ચેન્જ કરવા અને પગને વધુ સુંદર બનાવવા આ ફુટ બાઈન્ડિંગનો રીવાજ બનાવવામાં આવ્યો હતો.. આ પ્રથા સંભવત 10મી સદીમાં ચાઇનામાં રાજવંશ સમયગાળા દરમિયાન ઉચ્ચ વર્ગના લોકોમાં અને પછી ધીરે ધીરે આ પ્રથા કેટલાક ચુનંદા લોકોમાં લોકપ્રિય બની.
રાજવંશ દ્વારા મોટાભાગના સામાજિક વર્ગોમાં ફુટ બાઈન્ડિંગ રીવાજ ફેલાયો અને આખરે 20મી સદીની શરૂઆતમાં આ પ્રથાનો અંત આવ્યો. એક સમયે આ બાઉન્ડ ફીટને સ્ટેટસ સિમ્બોલ તેમજ સુંદરતાનું નિશાન માનવામાં આવતું હતું. પરંતુ પગનું બાંધવું એ એક ખુબ જ દુખદાયક પ્રથા હતી અને મહિલાઓની ગતિશીલતાને મર્યાદિત કરતી હતી અને આ રીવાજના કારણે પરિણામે મોટાભાગની મહિલાઓને આજીવન અપંગતા આવી હતી. બંધન દ્વારા બદલાતા પગને લોટસ ફીટ કહેવામાં આવતું હતું. લોટસનો અર્થ ગુજરાતીમાં કમળનું ફુલ થાય છે.
ફુટ બાઈન્ડિંગનો વધારે સારું કહો કે અઘરું સ્વરૂપ 16મી સદીમાં વિકસાવવામાં આવ્યું હતું. એક અનુમાન કરવામાં આવ્યું છે કે 19 મી સદી સુધીમાં, બધી ચાઇનીઝ મહિલાઓમાં 40-50% મહિલાઓ લોટસ ફીટ ધરાવતી હતી અને ઉચ્ચ વર્ગની ચાઇનીઝ સ્ત્રીઓમાં લગભગ 100% જેટલી સ્ત્રીઓના લોટસ ફીટ હતા.
રાજવંશ દરમિયાન જ આ પ્રથાને સમાપ્ત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા; માંચુ કાંગસી સમ્રાટે 1664 માં ફુટ બાઈન્ડિંગ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો. 19મી સદીના ઉત્તરાર્ધમાં, ચિની સુધારકોએ આ પ્રથાને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો આખરે ખુબ જ વિરોધ બાદ 2007 સુધીમાં આ પ્રથાનો અંત આવ્યો.. અને અત્યારે તો અમુક જ વૃદ્ધ ચાઇનીઝ મહિલાઓ જીવંત છે જે આ ટ્રેડીશનનો ભાગ બન્યા હતા..
લોટસ ફીટની પ્રોસેસ ફીટ પૂરી રીતે વિકસિત થાય તે પહેલાજ થઈ જાય છે..જયારે છોકરીની ઉમર 4 થી 9 વર્ષ જ હોય છે.. સામાન્ય રીતે શિયાળાના મહિનાઓમાં ફીટ પાટો પગે બાંધવાની પ્રોસેસ કરવામાં આવતી હતી કારણ કે શિયાળામાં પગ સુન્ન થવાની સંભાવના વધારે હોય છે, તેથી દુખાવો ઓછો થાય છે..
આ પ્રોસેસમાં સૌપ્રથમ પગને ઔષધી અને પ્રાણીના લોહીના ગરમ મિશ્રણમાં પલાળવામાં આવે છે.. સૌપ્રથમ પગને પલાળવામાં એટલે આવે કારણકે પગ નરમ એટલે કે સોફ્ટ થઈ જાય અને તેને સરળતાથી વાળી શકાય અને ફીટ બાઈન્ડિંગ કરી શકાય.. ચેપ ન થાય તે માટે નખને જેટલા કાપી શકાય તેટલા કાપવામાં આવતા હતા.. ત્યારબાદ પગના અંગુઠાને સખ્તાઇથી દબાવીને જેટલું વાળી શકાય તેટલું વાળી પાટો બાંધી દેવામાં આવતો હતો.. આ પાટાની પહોળાઈ 3 થી 5 સેન્ટીમીટર જેટલી હોય છે.. અને આ પાટાને પણ ઔષધી અને પ્રાણીના લોહીમાં પલાળીને તૈયાર કરવામાં આવતું હતું.. દરેક પગ પરના અંગૂઠાને નીચે વાળવામાં આવતા હતા, અને તેને એટલા ફોર્સમાં દબાવવામાં આવતા હતા જ્યાં સુધી પગના અંગૂઠા તૂટી ન જાય..
લોટસ ફીટની સૌથી મોટી સમસ્યા એ ચેપ હતી. લોટસ ફીટમાં નખની ખાસ કાળજી રાખવી પડે છે. પગના નખને નિયમિતપણે સુવ્યવસ્થિત રાખવા પડતા હતા કારણકે નખ વધી જતા ઘણી વાર તેમાં સડો થઈ જાય છે અને વધેલા નખ ક્યારેક અંગૂઠાને પણ ઇજા પહોંચાડે છે. અને ઘણી વાર લોટસ ફીટના કારણે બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ જાય છે અને પગમાં હંમેશા માટે અપંગતા આવી જાય છે.. પરંતુ હવે આ ટ્રેડીશનનો અંત આવી ગયો છે..
ફુટ બાઈન્ડિંગને જાતિવાદી સંસ્કૃતિનો ભોગ બનેલી મહિલાઓ વિરુદ્ધ દમનકારી પ્રથા તરીકે જોવામાં આવે છે. આ પ્રથાને મહિલાઓ સામે થયેલ હિંસાના સ્વરૂપે પણ ગણવામાં આવે છે. આ પ્રથાથી આવતી અપંગતાના કારણે સ્ત્રીઓ ઘરમાં બંધ થઈ જતી હતી.. અને સ્ત્રીઓનું જીવન વધારે પુરુષો પર નિર્ભર થઈ જતું હતું..