વેકેશનમાં તમે કંઈક અલગ કરવાનું વિચારી રહ્યા હોવ તો એક ઓફ-બીટ એડવેન્ચર ડેસ્ટિનેશન પસંદ કરો. તમારા બાળકોને પણ એડવેન્ચરનો લાભ મળી જશે અને થોડું સાહસ કરવાનો વિચાર આવશે. તો આજે આપણે એવા જ ઓછા જાણીતા પણ એક વાર જાઓ તો વારંવાર મુલાકાત લેવાનું મન થાય તેવા સ્થળો વિશે જાણીશું
૧. ચેરાપુંજી
મેઘાલયમાં આવેલું ચેરાપુંજી દુનિયામાં સૌથી વધુ વરસાદી વિસ્તાર તરીકે પ્રસિદ્ધ છે. ચેરાપુંજીમાં વરસાદના કારણે ગાઢ જંગલો પણ આવેલા છે અને અહીં ગુફાઓથી થોડે દૂર લીવીંગ બ્રિજ આવેલા છે. જે ઝાડના મૂળથી બન્યા છે. આ દ્રશ્ય અદ્ભુત હોય છે. આ બ્રીજ એક સમયે લગભગ 50 લોકોનો ભાર ઉઠાવી શકે છે. આ સિવાય બીજું આકર્ષણ ઉમશિયાંગ ડબલ-ડેકર રૂટ બ્રિજ છે. એકના ઉપર એક એમ બે બ્રિજથી મળીને આ બ્રીજ બન્યો છે. અહીં એડવેન્ચર ટૂર પ્લાન કરી શકાય.
૨. નીલગિરિ
દક્ષીણ ભારતમાં આવેલી પર્વતમાળા નીલગિરિ છે જેનો પશ્ચિમ ઘાટનો એક હિસ્સો છે. જ્યાં ઘણા બધા પર્વતીય સ્થળ છે જે આ જગ્યાને પર્યટણ માટે શ્રેષ્ઠ બનાવે છે. નીલગિરિ પર્વતશ્રૃંખલાનો થોડો હિસ્સો તામિલનાડુ, કર્ણાટક અને કેરલમાં પણ છે. નીલગીરીની પર્વતમાળામાં સૌથી ઉંચો ડોડાબેટ્ટા પર્વત છે. જ્યાં તમે નીલગિરિ હિલ્સના હિલ-બોક્સની મજા લઈ શકો છો અને અહીંના પહાડોનો આનંદ માણી શકો છો.
૩. ચેન્નઈ
દેશનું ચોથું મોટું મહાનગર અને તામીલનાડુની રાજધાની ચેન્નઈ બ્રિટિશરો દ્વારા 17મી સદીમાં બાંધવામાં આવ્યું હતું. જેમણે તેને એક મોટા શહેરી વિસ્તાર અને બંદર તરીકે વિકાસવ્યું હતું. રજાઓ માણવા માટે ચેન્નઈ પણ ઉત્તમ સ્થળ છે. જો તમને રીક્ષા ચલાવવાની ઈચ્છા થાય તો ચેન્નઈમાં ઇવેન્ટ મેનેજમેન્ટ સર્વિસના આયોજક નિયમિતપણે રીક્ષા રોડ ટ્રિપ આપે છે.
૪. મેઘાલય
ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલું રાજ્ય મેઘાલય પ્રાકૃતિક હરિયાળીથી ભરપૂર એક ખૂબસૂરત જગ્યા છે. જ્યાં ઝરણાંની પણ મજા માણી શકાય છે. ખાસી, ગારો અને જૈંતિયાની પ્રાકૃતિક ગુફાઓની સેર તમારી આત્માને તૃપ્ત કરી દે છે. આ સિવાય ખાસી હિલ્સની ગુફાઓની અંદરનું કાળા રંગનું ઇન્ટિરિયર અદભુત અનુભવ કરાવે છે. એવું માનવામાં આવે છે કે અહીં વરસાદ વધારે પડવાને લીધે આ રાજ્યનું નામ મેઘાલય રાખવામાં આવ્યું હતું.